October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા રોડ ઉપર દારૂનો વિપુલ જથ્‍થો ભરેલ કાર બુટલેગરે આઈસ્‍ક્રીમ ટેમ્‍પોને ટક્કર મારતા ટેમ્‍પો પલટી ગયો

અકસ્‍માત સર્જી બુટલેગર કાર છોડી ફરાર : આઈસ્‍ક્રીમ ટેમ્‍પોમાં સવાર એક બાળક સહિતચ ત્રણનો ચમત્‍કારીક બચાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ પારનેરા રોડ ઉપર રવિવારે રાતે વલસાડથી અતુલ તરફ જઈ રહેલ દારૂનો વિપુલ જથ્‍થો ભરેલી કાર આઈસ્‍ક્રીમ ટેમ્‍પોને બુટલેગરે ટક્કર મારી દેતા ટેમ્‍પો પલટી ગયો હતો. બુટલેગર કાર છોડી ફરાર થઈ ગયો હતો. ટેમ્‍પોમાં સવાર એક બાળક સહિત બેનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
વલસાડ અતુલ રોડ ઐયપ્‍પા મંદિર પાસે શેવરોલેટ કાર નં.જીજે 05 સીઈ 2066 માં દારૂનો જથ્‍થો ભરીને બુટલેગર ફુલ સ્‍પીડમાં ભગાવી જઈ રહ્યો હતો ત્‍યારે આગળ જતા આઈસ્‍ક્રીમ ટેમ્‍પો નં.આર.જે. 06 જીબી 3144 ને જોરદાર ટક્કર મારી દીધી હતી તેથી કાર રેલીંગ સાથે ભટકાઈ હતી અને ટેમ્‍પો અકસ્‍માતમાં પલટી મારી ગયો હતો. ગંભીર અકસ્‍માતમાં આઈસ્‍ક્રીમ ટેમ્‍પોમાં સવાર ચાલક સહિત એક બાળક અને એક ક્‍લિનર મળી ત્રણનો ચમત્‍કારિક બચાવ થયો હતો. લોકોએ અકસ્‍માતની જાણ કરતા રૂરલ પોલીસ ઘટના સ્‍થળે આવી ટેમ્‍પોને ક્રેઈનની મદદથી સીધો કર્યોહતો તેમજ કારને ટોઈંગ કરીને પોલીસ સ્‍ટેશન લઈ જવાઈ હતી. ફરાર બુટલેગર વિરૂધ્‍ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને ટેમ્‍પોને ખુબ મોટુ નુકશાન થયું હતું.

Related posts

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah

Leave a Comment