March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીતાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું.
આમધરા ગામમાં આરટીઆઈ દ્વારા માહિતી મેળવી સ્‍થાનિક કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો દ્વારા મનરેગા યોજનામાં સામુહિક કુવા, ચેકડેમ ઊંડા કરવાના કામો, રેઈન વોટર હારવેસ્‍ટિંગ આ ઉપરાંત આમધરા ગામના વિવિધ વિસ્‍તારમાં રસ્‍તા, પ્રોટેક્‍શન વોલની લંબાઈમાં તફાવત સહિતની ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં કોઈ જવાબ ન મળેલ હોવાની બાબતે ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ, કોંગ્રેસ અગ્રણી મગનભાઈ આમધરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ચીખલી એસટી બસ સ્‍ટેન્‍ડ પાસે ધરણા યોજવામાં આવ્‍યા હતા.

Related posts

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યો તથા દમણ ભાજપના અગ્રણીઓએ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ભાજપ અધ્‍યક્ષ જે.પી.નડ્ડા અને મહાસચિવ બી.એલ.સંતોષની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા 75મા સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

Leave a Comment