July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં લોભામણી લાલચ આપી લાખોનું ફુલેકુ ફેરવી ચાર વર્ષથી ફરાર જી.પં.ના પૂર્વ સભ્‍ય ચેતન પટેલની ધરપકડ

ગેરંટેડ રિટર્ન પ્‍લાન (જી.આર.પી.) ની કંપની ખોલી લોકોને ડબલ કરવાની લાલચ આપી લાખો ઉઘરાવી ફરાર થયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ શહેરમાં ચાર વર્ષ પહેલાં ટુંકી મુદતમાં ડબ્‍બલ રૂપિયા આપવાની લાલચ આપી મલ્‍ટી ટ્રેડ કંપની ખોલી લોકોના લાખો રૂપિયા જમા કરાવી બાદમાં લાખોનું ફુલેકું ફેરવી જિ.પં.ના પૂર્વ સભ્‍ય ચેતન પટેલ ફરાર થઈ ગયો હતો. અનેક લોકોની ફરિયાદ બાદ પોલીસ શોધતી રહી. અંતે ચાર વર્ષ બાદ આરોપી પોલીસના પાંજરામાં પુરાયો છે.
વલસાડ શહેરમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય ચેતન પટેલએશહેરમાં ગેરેંટેડ રિટર્ન પ્‍લાન (જી.આર.પી.) રજુ કરી એસ.આમ.પી.એસ. મલ્‍ટી ટ્રેડ નામની કંપની ખોલી હતી. જેમાં ટુંકી મુદતમાં નાણા ડબ્‍બલ કરવાની લોકોને લાલચ આપી લાખો રૂપિયા જમા કરાવેલા. બાદમાં રાતોરાત કંપનીનું ઉઠમણું કરી ચેતન પટેલ ફરાર થઈ ગયો હતો. ભોગ બનનારાઓએ પોલીસમાં ફરિયાદો નોંધાવી હતી. પોલીસ તપાસ સાથે ચેતન પટેલને શોધી રહી હતી. અંતે પોલીસને બાતમી મળેલ કે આરોપી ચેતન પટેલ અડગામ આવવાનો છે તે અનુસાર પોલીસે જાપ્તો ગોઠવી ચાર વર્ષથી છેતરપીંડીનો ફરાર આરોપી ચેતન પટેલને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. હવે પોલીસ તપાસ અને રિમાન્‍ડમાં વધુ વિગતો જાહેર થશે તેવું પોલીસ માની રહી છે.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

વાપી ડેપો દ્વારા તલાટી પરીક્ષા ઉપલક્ષમાં રવિવારે એક્‍સ્‍ટ્રા બસો દોડાવશે

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં 14મી સપ્‍ટેમ્‍બરે નેશનલ લોકઅદાલત યોજાશે

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah

Leave a Comment