Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

ધર્મિષ્‍ઠાબેન ભરતભાઈ પટેલને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિનયન શાખાએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ પાસેના ખેરગામની વતની એવી આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરતા યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.
ખેરગામની વતની એવા ધર્મિષ્‍ઠાબેન ભરતભાઈ પટેલએ સ્‍ટડી ઓફ સેલ્‍ફ રેગ્‍યુલેશન ઓફ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ઓફ ડાંગ ડિસ્‍ટ્રીક્‍ટ શિર્ષક હેઠળ મહાશોધ નિબંધ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. યુનિવર્સિટીએ નિબંધ માન્‍ય રાખીને ધર્મિષ્‍ઠાબેનને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી હતી. તેમણે આ મહા નિબંધ મોડાસા બી.ડી. શાહ કોલેજ ઓફ એજ્‍યુકેશન પ્રોફેસર ડો.ચંદ્રેશ એચ. રાઠોડ અને સ્‍વામિ વિવેકાનંદ કોલેજ મહેસાણાના પ્રોફેસર ડો.પ્રશાંત બી. પરિહારના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધર્મિષ્‍ઠાબેન પટેલના પાંચ જેટલા પુસ્‍તકો અને પાંચ જેટલા સંશોધન પેપરો પ્રકાશિત થઈ ચૂક્‍યા છે. આ તબક્કે તેમણેમિત્ર મંડળનો અમુલ્‍ય ફાળો રહ્યાનું જણાવ્‍યું હતું.

Related posts

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

vartmanpravah

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

દાનહમાં કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

Leave a Comment