June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ કોંગ્રેસે સેલવાસ ન.પા. વિસ્‍તારના ખખડધજ રસ્‍તાઓને તાત્‍કાલિક રીપેર કરવા પ્રમુખને કરી રજૂઆત

આગામી 20 દિવસોમાં કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા. 10 : ધોધમાર વરસાદમાં દાદરા નગર હવેલીના કેટલાક રસ્‍તાઓની હાલત ખુબ ખખડધજ અને દયબનીયચુકી છે. જેમાં સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના રસ્‍તાઓનો પણ સમાવેશ થાય છે. તમામ ખખડધજ અને જર્જરીત બનેલા રસ્‍તાઓને તાત્‍કાલિક ધોરણે રીપેર કરવા માટે દાદરા નગર હવેલી કોંગ્રેસ કમિટી દ્વારા ન.પા. પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દાનહ કોંગ્રેસ કમિટી દ્વારા સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે નગરપાલિકા વિસ્‍તારના દરેક રસ્‍તાઓની હાલત બદતર બનીને ખખડધજ બની ચુકી છે. જેના કારણે છાશવારે અકસ્‍માતોની ઘટનાઓ બની રહી છે. જેમાં જાનહાનિને પણ નુકસાન થઈ રહ્યું છે.
પ્રદેશમાં જર્જરીત બનેલા રસ્‍તાઓના કારણે દર્દીઓને ઈમરજન્‍સીમાં સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડવા સમયનો પણ વેડફાઈ રહ્યો છે. એમ્‍બ્‍યુલન્‍સ સમય પર હોસ્‍પિટલ નહીં પહોંચી શકતા દર્દીઓને દમ તોડવાનો પણ વારો આવી શકતો હોય છે. સામાન્‍ય લોકોના આરોગ્‍ય ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે. જેમાં કમરના દુઃખાવા, હાડકાં નબળા થવા, ઢીંચણમાં દુઃખદો થવો, કરોડરજ્જુમાં દુઃખાવો થવો વગેરે જેવા રોગો લોકોને થઈ રહ્યા છે. વાહનો પણ ખખડી રહ્યા છે. સાથે ટ્રાફિકજામની પણ સમસ્‍યા ઉભી થઈ રહી છે. હાલની પરિસ્‍થિતિ શાળાના વિદ્યાર્થીઓ અને અન્‍ય અવરજવર કરનાર લોકો ભારે પરેશાનીઓ વેઠી રહ્યા છે.
દાનહ કોંગ્રેસેવધુમાં જણાવ્‍યું હતું છે કે, સેલવાસ નગરપાલિકા દ્વારા અન્‍ય કોઈપણ મામલામાં કાર્યવાહી કરવાની હોય, જેવી કે નાના-મોટા વેપારીઓ પર કાર્યવાહી કરવાની, દુકાનો બંધ કરાવવી, ટેક્‍સ વધારવો, વગેરે જેવી પ્રવૃત્તિઓ તાત્‍કાલિક શરૂ કરી દેવાતી હોય છે, પરંતે છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બનેલા રસ્‍તાઓનું સમારકામ શા માટે નથી કરાતું?
નગરપાલિકા ભાજપની, સાંસદ ભાજપના, કેન્‍દ્રમાં સરકાર ભાજપની અને પ્રશાસન પણ ભાજપ સરકારને આધીન છે, છતાં પણ રસ્‍તાઓનું સમારકામ નથી થઈ રહ્યું છે. પાલિકા વિસ્‍તારની જનતા આ ખરાબ રસ્‍તાઓના કારણે પરેશાન થઈ રહી છે.
કોંગ્રેસ કમિટી દ્વારા કેટલીય વાર લેખિત આવેદન આપી ચુકી છે પરંતુ પાલિકા ઓથોરિટી દ્વારા આ બાબતને ગંભીરતાથી શા માટે નથી લેવામાં આવી રહ્યું? જેથી દાનહ કોંગ્રેસ કમિટી દ્વારા નિર્ણય લેવામા આવ્‍યો છે કે જો સેલવાસ નગરપાલિકા ઓથોરિટી દ્વારા 20 દિવસની અંદર જર્જરીત રસ્‍તાનું સમારકામ નહીં કરવામાં આવશે તો નગરપાલિકા વિસ્‍તારની જનતાની પરેશાની અને સમસ્‍યાઓને ધ્‍યાનમાં રાખી લોકોના હિતમાં દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનની સાથે નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરશે.

Related posts

જિલ્લામાં પ્રથમ એવી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની 10 માળ સુધી પહોંચાય તેવી હાઈડ્રોલીક સીડી કાર્યરત

vartmanpravah

વલસાડના ધો.3ના વિદ્યાર્થીએ સ્‍ટેટ લેવલની બેડમિન્‍ટન સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

vartmanpravah

Leave a Comment