ધર્મિષ્ઠાબેન ભરતભાઈ પટેલને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિનયન શાખાએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ પાસેના ખેરગામની વતની એવી આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરતા યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.
ખેરગામની વતની એવા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ પટેલએ સ્ટડી ઓફ સેલ્ફ રેગ્યુલેશન ઓફ હાયર સેકન્ડરી સ્કૂલ ઓફ ડાંગ ડિસ્ટ્રીક્ટ શિર્ષક હેઠળ મહાશોધ નિબંધ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. યુનિવર્સિટીએ નિબંધ માન્ય રાખીને ધર્મિષ્ઠાબેનને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી હતી. તેમણે આ મહા નિબંધ મોડાસા બી.ડી. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રોફેસર ડો.ચંદ્રેશ એચ. રાઠોડ અને સ્વામિ વિવેકાનંદ કોલેજ મહેસાણાના પ્રોફેસર ડો.પ્રશાંત બી. પરિહારના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધર્મિષ્ઠાબેન પટેલના પાંચ જેટલા પુસ્તકો અને પાંચ જેટલા સંશોધન પેપરો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ તબક્કે તેમણેમિત્ર મંડળનો અમુલ્ય ફાળો રહ્યાનું જણાવ્યું હતું.