મુંબઈ બાંદ્રા અને સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર ભીડભાડથી અકસ્માત સર્જાતા રેલવેએ તાત્કાલિક લીધેલો નિર્ણય
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: આગામી દિવસો દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો હોવાથી ખાસ કરીને ઉત્તર ભારત જતાં પ્રવાસીઓની રેલવે સ્ટેશન ઉપર બેસુમાર ભીડભાડ થવી ચાલુ થઈ છે. ભીડને લીધે અકસ્માત પણ સર્જાયા છે તેથી પヘમિ રેલવેએઆજથી આગામી તા.8 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટ માટે અસ્થાયી પ્રતિબંધ જાહેર કરી દીધો છે. વાપી સહિત 8 રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટ વેચાણ બંધ કરવામાં આવ્યું છે.
ગત રવિવારે મુંબઈ અને સુરત ઉધના સ્ટેશન ઉપર છઠ્ઠ અને દિવાળીનો તહેવાર હોવાથી ટ્રેનમાં વતન પહોંચવા માટે ખાસ કરીને ઉત્તર ભારતીય પ્રવાસીઓની હજારોની ભીડ ઉમટી પડી હતી. ભીડ એટલી બધી હતી કે ધક્કામુકીમાં અનેક પ્રવાસી દોડધામમાં ઘાયલ થયા હતા તેથી પヘમિ રેલવેએ ભીડ ઉપર કાબુ કરવા માટે તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ ટિકિટ વેચાણ અસ્થાયી રીતે બંધ કરી દેવાયું છે. પヘમિ રેલવેના મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, વસઈ રોડ, વાપી, વલસાડ, ઉધના અને સુરત સહિત નવ રેલવે સ્ટેશન ઉપર આગામી તા.8 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું તાત્કાલિક અસરથી વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવાયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને રેલવેએ આ નિર્ણય લીધો છે.