August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

34 વર્ષિય બિલકીસ મંડલ ફલેટ નં.204 માં એકલી રહેતી હતી : મિત્રએ વારંવાર ફોન કર્યો : તપાસ કરતા મૃત હાલતમાં મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી છીરી રણછોડ નગરમાં આવેલ ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી છીરી ગાયત્રી કોમ્‍પલેક્ષ ફલેટ નં.204 માં મૂળ બંગાળની 34 વર્ષિય બિલકીસ મંડલ છેલ્લા કેટલાક સમયથી એકલી રહેતી હતી.બુધવારે સાંજના બિલકીસના મિત્રએ વારંવાર ફોન કર્યો પણ બિલકીસ ફોન નહિ ઉપાડતા તે તેના ઘરે પહોંચ્‍યો હતો. ઘર ખુલ્લુ પડેલું હતું. ઘરમાં પ્રવેશતાં જ બિલકીસ મૃત હાલતમાં પડેલી હતી તે જોઈ મિત્ર ડઘાઈ ગયો હતો. તેણે પડોશીઓને જાણ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પી.આઈ. ભરવાડ ટીમ સાથે દોડી ગયા હતા. તપાસમાં જણાવેલુ કે બિલકીસને ગળે ટુંપો આપી હત્‍યા કરાયેલી છે. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપી હતી. બિલકીસની હત્‍યા કોણે કરી? કયા કારણોસર થઈ તેની વધુ આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.

Related posts

કપરાડાના સુખાલા ગામે બે ગઠિયા મહિલાને માલિશ કરવાના નામે સોનાની કડી ઉતરાવી ફરાર

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

vartmanpravah

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

Leave a Comment