October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખશેઃ દાનહ કોંગ્રેસ કમીટિના કાર્યવાહક પ્રમુખ મહેશ શર્મા

  • બે-ત્રણ દિવસોમાં ઉમેદવારના નામની થનારી સત્તાવાર ઘોષણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી કોંગ્રેસ કમિટીના કાર્યવાહક પ્રમુખ શ્રી મહેશ શર્માએ રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, આગામી 30મી ઓક્‍ટોબરના રોજ યોજનાર પેટા ચૂંટણી સંપૂર્ણ તાકાત લડવાની તૈયારી પાર્ટીએ તૈયારી કરી દીધી છે. આગામી ર-3 દિવસોમાં પેટા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.
શ્રી મહેશ શર્માએ વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રદેશના એઆઈસીસી પ્રભારી સાથે આ બાબત વિસ્‍તૃત ચર્ચા ચાલુ છે. પાર્ટીના હાઈકમાન્‍ડને સંભવિતઉમેદવારોના નામ મોકલવામાં આવી રહ્યા છે જે બાબતે રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી નિર્ણય લેશે.
દાદરા નગર હવેલી કોંગ્રેસ કમિટી, સ્‍ક્રિનીંગ કમિટી સંભવિત ઉમેદવારોના નામની યાદીથી હાઈકમાન્‍ડને અવગત કરાવવા માટે બે દિવસોમાં કાર્યકરો પાસેથી અભિપ્રાય લઈ રહી છે. શ્રી મહેશ શર્માએ એ પણ જણાવ્‍યું હતું કે પ્રદેશ કોંગ્રેસ કમિટી પ્રબળ અને મજબૂત ઉમેદવારોની પસંદગી માટે સતત બેઠક કરી રહી છે.

Related posts

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

ચીખલીના ઘેજમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’માં લાખો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહઃ મસાટ ગ્રામ પંચાયત ખાતે ‘ગ્રામસભા’ યોજાઈ

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment