December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીદેશનવસારીવલસાડવાપી

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ગુજરાત રાજ્‍યમાં 29મી સપ્‍ટેમ્‍બર થી 12 ઓક્‍ટોબર દરમ્‍યાન યોજાનાર 36મી નેશનલ ગેમ્‍સના પ્રમોશન માટે નવસારી જિલ્લા રમત ગમત અને સાંસ્‍કળતિક વિભાગ દ્વારા ચીખલીની એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઇ.ઇ.એલ.કે.કોમર્સકોલેજમાં તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અધ્‍યક્ષ સ્‍થાને નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાય, ચીખલી પીઆઇ કે.જે.ચૌધરી, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, પ્રિન્‍સિપાલ ડો.ફાલ્‍ગુનીબેન દેસાઈ, બીસીએ કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.અશોકસિંહ સોલંકી, નવસારી જિલ્લાના રમત ગમત વિકાસ અધિકારી અલ્‍પેશભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. ચીખલી કોલેજના આચાર્ય ડો.ફાલ્‍ગુનીબેન દેસાઈએ સ્‍વાગત પ્રવચન દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. આ કાર્યક્રમના અધ્‍યક્ષ ડીવાયએસપી એસ.કે.રાયે વિદ્યાર્થીઓને રમત ગમત અને ફિટનેસનું મહત્‍વ સમજાવી સરિતા ગાયકવાડનો દાખલો આપી આગળ વધવા તેમજ સુરતમાં નેશનલ ગેમ્‍સની વિવિધ રમતોને લાઈવ જોવા પ્રોત્‍સાહિત કર્યા હતા. કલ્‍પનાબેન ગાવિત અને ડી.અમીતાબેન પટેલ ખેલ મહાકુંભની સફળતામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસો અને પરિણામ સ્‍વરૂપે નેશનલ અને ઈન્‍ટરનેશનલ કક્ષાએ ગુજરાત અને ભારતમાં દેખાવમાં સતત સુધારાની નોંધ લીધી હતી.
કોલેજના ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્‍ટી દર્શનભાઈ દેસાઈએ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો. આ કાર્યક્રમમાં 36મી નેશનલ ગેમ્‍સ એન્‍થીમ વીડિયો અનેમેસ્‍કોટ પ્રેઝન્‍ટેશન પ્રોજેકટ ઉપર આપવામાં આવ્‍યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નવસારી રમત ગમત વિકાસ અધિકારી અલ્‍પેશ પટેલ અને ચીખલી કોલેજના સ્‍પોર્ટ્‍સના પ્રોફેસર ડો.જયમલ એસ.નાયક દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં ઉદ્‌ઘોષક તરીકેની સેવા કોલેજના હિન્‍દી વિષય પ્રાધ્‍યાપક રિયાઝ ટાઈ તેમજ ડાંગી નૃત્‍ય-સાંસ્‍કળતિક કાર્યક્રમનું સંચાલન પ્રાધ્‍યાપિકા ડો.નયનાબેન નાયક દ્વારા સેવા આપવામાં આવી હતી.આભાર વિધિ કગીખલી કોલેજના સ્‍પોર્ટ્‍સના પ્રોફેસર ડો.જયમલ નાયક દ્વારા કરવામાં આવી હતી. રાષ્‍ટ્રીય ગીત દ્વારા કાર્યક્રમનું સમાપન થયું હતું.

Related posts

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

Leave a Comment