Vartman Pravah
Breaking Newsદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ટેન્‍ટ સીટી, સાઉદવાડી સ્‍કૂલ, સિવરેજવર્ક સાઈટ વગેરે સ્‍થળોનું કરેલું નિરીક્ષણ

દીવ નગર પાલિકા અને જિલ્લા પંચાયતના સભ્‍યો સાથે યોજેલી મહત્‍વપૂર્ણ બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.30
સંઘપ્રદેશના દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન તા.29 જાન્‍યુઆરીના,ર0રરના રોજ દીવમાં ચાલી રહેલા વિકાસ કામોને વેગ આપવા માટે સંબંધિત અધિકારીઓ અને એજેન્‍સીઓ તથા સલાહકારો સાથે બેઠક યોજી અનેક સ્‍થળોની મુલાકાત કરી વિકાસ કામોની પ્રગતિ માટે સમીક્ષા કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવમાં પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે. તેમનું સપનું છે કે દીવ આવનારા પ્રવાસીઓને રહેવાની અને અન્‍ય સુવિધાઓને લઈ કોઈ મુશ્‍કેલી ન પડે. જેને ધ્‍યાનમાં રાખી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ નાગવામાં ચાલી રહેલા ટેન્‍ટ સીટીનું નિર્માણનું પ્રશાસકશ્રીએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ગુણવત્તાયુક્‍ત શિક્ષણ, પાયાની સુવિધાઓ અને શિક્ષણ સંબંધિત ટકાઉ વિકાસ ઉપલબ્‍ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. જે પ્રતિબદ્ધતાને જાળવી રાખવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ સાઉદવાડી ખાતે અદ્યતન સુવિધાયુક્‍ત સ્‍કૂલના ભવનનુંનિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરી સ્‍કૂલ નિર્માણમાં ગુણવત્તાનું સંપૂર્ણ ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું.
ત્‍યારબાદ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ બર્ડ સેન્‍ચ્‍યુરી ગયા હતા. પ્રશાસકશ્રીએ અહી બેટરીથી ચાલનારી બોટોની સંભાવનાઓ ઉપર વિચાર કરી પાર્કમાં લોકોને યોગા મેટ અને કોવિડને ધ્‍યાનમાં રાખી સેનેટાઈઝરની પણ વ્‍યવસ્‍થા કરવા માટે નિર્દેશ આપ્‍યો હતો.
પ્રદેશ પ્રશાસન દ્વારા ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે સીવરેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સ્‍થાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનું પ્રશાસકશ્રીએ નિરીક્ષણ કરી, આ વિસ્‍તારને ગ્રીન એરીયા તરીકે વિકસાવીને તેની આસપાસ ફળોના વળક્ષો વાવવા જણાવ્‍યું હતું કે જેથી આ વિસ્‍તાર પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બની રહે.
ત્‍યારબાદ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ નગર પાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્‍યો, સરપંચો અને ગૌ રક્ષક દળ, મહિલા મંડળ અને યુવા મોરચાના સભ્‍યો સાથે મહત્‍વની બેઠક યોજી હતી.

Related posts

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

‘વર્તમાન પ્રવાહના’ અહેવાલની અસર: ચીખલી તાલુકામાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી તીઘરા ગામના ખુનના આરોપીને વાપી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

Leave a Comment