Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજી દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાના ત્રિદિવસીય ટેક-ફેસ્‍ટ ‘‘એકત્ર-2023”નો 1300 વિદ્યાર્થીઓની નોંધણી સાથે પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: સરીગામ લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા તા. ૧૯ એપ્રિલથી ટાઇટલ અને હેકાથોન ઇવેન્ટ સ્પોન્સરર 1રિવેટ (1Rivet, સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની, વલસાડ) તેમજ અન્ય સ્પોન્સરર કંપનીઓના સહયોગથી હેકાથોન સ્પર્ધાનાં આરંભ સાથે રાષ્ટ્રીય કક્ષાના ટેક્નિકેલ ફેસ્ટિવલ “એકત્ર-૨૦૨૩”ના ઉપક્રમે દમણ, સેલવાસ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આશરે ૧૫ જેટલી એન્જિનિયરિંગ કોલેજોમાંથી ૧૩૦૦થી પણ વધારે વિધાર્થીઓએ વિવિધ ટેકનિકલ તેમજ નોન-ટેકનિકલ ઇવેન્ટમાં નોંધણી કરાવી હતી. કૉલેજનાં ડાઈરેક્ટરશ્રી ડો. બસાવરાજ પાટિલના સતત માર્ગદર્શન, વિધાર્થીઓ તેમજ પ્રોફેસર કોર્ડીનેટર્સના સયુંકત પ્રયાસ ઉપરાંત જિલ્લાની ૧૨થી પણ વધારે ઔધૌગિક સંસ્થાઓ તેમજ કંપનીઓના સહયોગથી વિદ્યાર્થીઓની ટેલેન્ટને ઉજાગર કરે તેવી ૨૦ જેટલી ઇવેન્ટસ અને યુવાનોમાં ડીજે નું જોમ ભરવા “હિપ્ટોનિક બિટ્સ “, નું ભવ્ય આયોજન સફળ બન્યું હતું.
કાર્યક્રમનો ઉદઘાટન સમારંભ તા. ૨૦ એપ્રિલ ૨૦૨૩ના દિવસે સવારે ૯:૩૦ કલાકે લક્ષ્મી વિદ્યાપીઠ કૅમ્પસનાં ઘ્વની ઑડિટોરિયમ ખાતે રાખવામાં આવેલ હતો. જેનાં ઉપક્રમે ભારતીય પરંપરાં અનુસાર દીપ પ્રાગટ્ય, ગણેશ વંદના તેમજ પુષ્પગુચ્છ, સ્મૃતિચિહન અને ગુડીબેગ દ્વારા અતિથિ સત્કાર બાદ મુખ્ય અતિથિઓના ઉદબોધન અને શુભેચ્છાઓ સાથે કાર્યક્રમનો પ્રારંભ અને શેડ્યૂલ જાહેર કરાયા હતા. કાર્યક્રમની સફળતા તેમજ વિધાર્થી પાર્ટિસિપન્ટ્સ ને પ્રોત્સાહન પૂરું પાડવા મુખ્ય અતિથિ સ્થાને ગજેરા ટ્રસ્ટ(સુરત)ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા, શ્રી રમણભાઈ પાટકર (બી.જે.પી., એમએલએ, ઉમરગામ), મુકેશભાઈ પટેલ (ચેરમેન, જિલ્લા પંચાયત), દિલીપભાઈ ભંડારી(બીજેપી પ્રેસિડન્ટ, ઉમરગામ), દીપકભાઈ મિસ્ત્રી (જિલ્લાપંચાયત) રામદાસભાઈ(બીજેપી, ગનરલ સેક્રેટરી), ને ખાસ “એકત્ર-૨૦૨૩” ઇવેન્ટના મુખ્ય સ્પોન્સરર ૧રિવેટ (વલસાડ) સહયોગી સાથે શ્રીમતી રુક્ષાર રંગારા તેમજ અન્ય સ્પોન્સરર કંપનીઓના પ્રતિનિધિઓ, લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસના વહીવટી મંડળના સભ્યો, મેનેજમેન્ટ અને એન્જીનીરીંગ કૉલેજનાં ડાયરેક્ટરશ્રીઓ, તેમજ કેમ્પસમાં આવેલ સી.બી.એસ.ઈ. તેમજ ગ્લોબલ સ્કૂલના આચાર્યશ્રીઓએ હાજરી આપી હતી. અતિથિ વિષેશ શ્રી ચુનીભાઈ ગજેરાએ પોતાના જીવનકાળના સંઘર્ષો અને સફળતાનાં અનુભવોની વાત દ્વારા વિધાર્થીઓને શિસ્ત, કર્મ, નિષ્ઠા અને ખંત વગેરેનાં મહત્વ દ્વારા ઉત્તમ જીવન અને સફળતા લક્ષી નિર્દેશ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત શ્રી રમણભાઈ પાટકરજીએ વિધાર્થીઓને કેળવણી દ્વારા શિસ્તનું ઘડતર થવું જરૂરી એવો નિર્દેશ આપતા લક્ષ્મી વીદ્યપીઠના શરુ થયા પછી ઉમરગામ તાલુકાના આદિવાસી વિસ્તારમાં કેળવણી અને શિસ્તમાં નવી દિશા મળ્યાનું દ્રષ્ટાંત આપ્યું. ત્યારબાદ, ઇવેન્ટ 1રિવેટ કંપનીના પ્રતિનિધિ શ્રી આશીષભાઈએ દ્વારા વિધાર્થીઓને લક્ષ્ય સુધી પહોંચવા ” શા માટે, શું, કેવી રીતે, ક્યારે, વગેરેના નિશ્ચિત ઉત્તર સાથે સાચી માહિતીની સમજ કેળવી તકનીકી તેમજ માહિતી ક્ષેત્રે સફળ થવા પર ભાર આપતા આઇટી, સોફ્ટવેર ડેવલપમેન્ટ, તેમજ એન્જિનિરીંગ માં યુવાનો સમક્ષ આવી રહેલ સંભાવનાઓ અને ચેલેન્જિસ અંગે દિશા નિર્દેશ કર્યો હતો.
લક્ષ્મી એન્જીનીયરીંગ કૉલેજનાં ‘એકત્ર-૨૦૨૩’ ટેક-ફેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ ટેક્નિકલ તેમજ નોન-ટેક્નિકલ ઇવેન્ટમાં પોતાની પ્રતિભાઓ રજુ કરે એ ઉદેશ્યને અનુલક્ષી કુલ ૨૦ જેટલી વિવિધ ઇવેન્ટ રાખવામાં આવી છે. જેમાં કુલ ૧૩૦૦થી વધારે વિધાર્થીઓની આશરે ૭૦૦ થી પણ વધારે ટીમોએ ભાગ લીધેલ છે. ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત એક્સપર્ટ ટોક, હેકેથોન, ક્લટર સ્ક્રીમેજ, ઇન્ફ્રીન્જ ફેટર, એડ મેડ શો, કોન બનેગા સીઈઓ, બિઝનેસ બાઝાર, કિતાબી કીડા, બચપનકી ગલી, ખતરો કે ખિલાડી, સ્નેપ ધ બેસ્ટ, બેગ-બોરો-સ્ટીલ, ટેલેન્ટ શો, સ્પાર્ક હન્ટ, બોબ ધ બિલ્ડર, પ્લોટ ઓ પ્લોટ, સર્કિટ ઝોન, બોક્સ ક્રિકેટ, લેન ગેમિંગ વગેરે સ્પર્ધાઓ બેથી ત્રણ તબક્કામાં વહેંચવામાં આવેલ છે. ૨૧ એપ્રિલના રોજ ફાઇનલ તબક્કામાં વિજેતા સ્પર્ધક કે સ્પર્ધક ટીમને પુરષ્કારથી નવાજવામાં આવશે. તા. ૨૦મી ના રોજ સાંજે આજની યુવા પેઢીને પ્રિય એવો “હિપ્ટોનિક બિટ્સ” (ડી.જે.) કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. પ્રથમ દિવસે, વિધાર્થીઓમાં દરેક પ્રકારની ઇવેંટ્સનાં આયોજન અને સ્પર્ધા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે કૉલેજનાં ડાયરેક્ટરશ્રીએ દરેક કાર્યક્રમ તેમજ ઇવેન્ટ આયોજનમાં સતત કાર્યરત રહેનાર ફેક્લટી તેમજ વિધાર્થી કોર્ડીનેટર્સ અને વોલ્યૂનટિયર્સ તેમજ સાથોસાથ વિધાર્થીઓના પ્રયાસોને માનસિક તેમજ આર્થિક પ્રેરકબળ પૂરું પાડવા સહયોગ તેમજ હાજરી આપવા બદલ અત્રે જિલ્લાનાં વલસાડ, વાપી, ભીલાડ, ઉમરગામ સ્થિત કંપનીઓ તેમજ સામાજિક કાર્યકર જેમકે 1રીવેટ, એન્જય આઈ.ટી. ડ્રિમર ટેક્નોલોજી, આઈ.ટી. આઇડોલ ટેક્નોલોજી, સોફ્ટયુગ, ટેક્નિગા, ભવ્યા ગ્રીનટેક, સીએએડી સેન્ટર, શ્રી જય નાયક (એલ્યૂમની એસો.), મયુરી એજ્યુકેશન, શ્રી રાકેશ રાય (સામાજિક કાર્યકર) શીતલ ઇન્ડસ્ટ્રી, સર ટેફકોટ એન્જીનીયરીંગ, સાઈ મેઘપાન એટરપ્રાઈઝ વગેરેનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્‍યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્‍ટેમ્‍બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

Leave a Comment