June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આધ્‍યાત્‍મિક માહોલમાં દાદરા મંડળ શ્રી શીતલનાથ દાદાના જિનાલયની 52મી વર્ષગાંઠ વિધિ વિધાનથી મનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જૈન ધર્મના આચાર્ય મહારાજની ઉપસ્‍થિતિમા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે મંદિર પરિસરમાં નવકારશિ, સતરભેદી પૂજા બાદ ધ્‍વજારોહણ બાદ સ્‍વામિવત્‍સલ્‍યનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાદરા સંઘના ટ્રસ્‍ટી શ્રી નટુભાઈ શાહના નેતૃત્‍વમાં આખા સંઘનો સહયોગ રહ્યો હતો. ધ્‍વજારોહણ દરમ્‍યાન ભક્‍તોમાં ઈશ્વર પ્રત્‍યે આસ્‍થા, શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળ્‍યો. ભગવાનના જયકારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. જૈન દેરાસરની 52મા વર્ષગાંઠ નિમિત્તે આયોજીત ધ્‍વજારોહણ કાર્યક્રમમાં મુખ્‍ય યજમાન સ્‍વ.મીનાક્ષીબેન ઘેવરચંદ લુણાવત, પ્રિયાબેન જયેશ કુમાર લુણાવત, વર્ષાબેન પંકજકુમાર લુણાવત અને દક્ષાબેન મહેન્‍દ્ર કુમાર લુણાવત સહિત સમાજના અગ્રણીઓની અધ્‍યક્ષતામાં આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે સમાજ સેવક અને અગ્રણી શ્રી કૌશીલ શાહે જણાવ્‍યું હતું કે ધ્‍વજારોહણ કાર્યક્રમને દાદરા સંઘ દ્વારા હર્ષોલ્લાસ સાથે સફળ બનાવ્‍યો હતો. શ્રી કૌશીલ શાહે ઉપસ્‍થિત સર્વ સમાજનો પણ આભાર વ્‍યક્‍ત કરતા કહ્યું હતું કે આપણોવિસ્‍તાર ધાર્મિકતાનું પ્રતિક છે, જ્‍યાં દરેક ધર્મના લોકો સૌહાર્દના માહોલમા તહેવાર અને પર્વ મનાવે છે.

Related posts

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા યુવા નેતા તનોજ પટેલની નવતર પહેલ

vartmanpravah

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

vartmanpravah

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment