December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

  • પ્રદેશમાં ગેરકાયદે દવાનું વેચાણ કરનારા અને ઈલાજ કરનારાઓમાં ફફડાટ

  • મેડિકલ સ્‍ટોર ચલાવનારા બે ઈસમની અટકાયતઃ એક દ્વારા દર્દીનો મેડિકલ સ્‍ટોરમાં ઈલાજ પણ કરાતો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડ્રગ્‍સ કંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે પાડેલા દરોડામાં નીતિ-નિયમ વિરૂધ્‍ધ બોગસ રીતે ચાલી રહેલા બે મેડિકલ સ્‍ટોરમાંથી વગર લાયસન્‍સે સ્‍ટોક અને વેચાણ કરતા દવાનો જથ્‍થો બરામદ કર્યો છે અને બે આરોપીઓની સેલવાસ પોલીસે અટકાયત પણ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે રખોલીના મધુબન ડેમ રોડ પર આવેલ સરકાર મેડિકલ અને જનરલ સ્‍ટોર તથા દપાડા ખાતે મિશન રોડ પર આવેલ માઁ દુર્ગા અને મેડિકલ અને જનરલ સ્‍ટોર ઉપર રેડ કરતા તેઓ કોઈપણ પ્રકારના વૈધ લાયસન્‍સ વગર દવાનું વેચાણ અને જથ્‍થો સંગ્રહ કરી રહ્યા હોવાનું દેખાયું હતું.
રખોલીના મધુબન ડેમ રોડ ઉપર બજારપાડા ખાતે આવેલ સરકાર મેડિકલ અને જનરલ સ્‍ટોરમાં ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગેપાડેલા દરોડા સમયે આગળથી દુકાન બંધ હોય એવું દેખાતું હતું, પરંતુ ટીમે પાછળથી પ્રવેશ કરતાં જગદીશ કે. સરકાર નામનો શખ્‍સ એક દર્દીની સારવાર કરતો પણ જોવા મળ્‍યો હતો. જગદીશ સરકાર પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી કે લાયસન્‍સ પણ નહીં હતું અને દવાનું વેચાણ અને સંગ્રહ પણ કરતો હતો. ડ્રગ્‍સ અને કોસ્‍મેટિક્‍સ એક્‍ટ-1940ના પ્રોવિઝન મુજબ રખોલી પોલીસે ગુનો નોંધી જગદીશ કે. સરકારની અટક પણ કરી છે.
બીજા કેસમાં દપાડા ત્રણ રસ્‍તા ખાતે મિશન રોડ પર આવેલ માઁ દુર્ગા મેડિકલ અને જનરલ સ્‍ટોરમાં સુખદેવ સરકાર દવાનું વેચાણ કરી રહ્યો હતો. તેમને પણ પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે પાડેલા દરોડાના કારણે ગેરકાયદે દવાનું વેચાણ કરનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

Related posts

ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્‍પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

Leave a Comment