June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડ

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું કુલ 8 માંથી 6 સભ્‍યોએ વિરોધ નોંધાવતાઃ પારડી તાલુકાના અરનાલા પંચાયત સુપરસીડ થવાની શકયતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16
અરનાલા ગ્રામ પંચાયતનું બજેટ બુધવારે નામંજૂર થતાં હલચલ મચી ગઈ છે. બજેટ બહુમતી સભ્‍યોએ ના મંજૂર કરતાં સમગ્ર પંચાયત સુપરસીડ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. આ અંગે મળેલી વિગતો અનુસાર બુધવાર સવારે 12.00 વાગ્‍યાના અરનાલા ગ્રામ પંચાયતમાં સામાન્‍ય સભા બોલાવાઇ હતી. જેમાં બજેટ રજૂ કરાયું હતું બજેટને લઈ કુલ 8 સભ્‍યોમાંથી 6 સભ્‍યોએ 1.વિભૂતિ બેન ચંપકભાઈ પટેલ, 2.પુષ્‍પાબેન મનોજભાઈ ગાંગોડે,3.ભીખીબેન મોહનભાઈ નાયકા 4.શૈલેષભાઈ લક્ષમણભાઇ પટેલ, 5.શીદીક હફીઝભાઈ 6.ગિરીશ ભાઇ ઝવેરભાઈ પટેલ, વિરોધ નોંધાવતા હલચલ મચી ગઈ છે.
સરપંચ સરિતાબેન હસમુખભાઈ પટેલ સાથે એકમાત્ર સભ્‍ય હોવાથી સામાન્‍ય સભામાં બજેટ નામંજૂર થવાને લઇ પંચાયતમાં બે ભાગ પડી ગયા હતા. સમગ્ર મામલે અરનાલા ગ્રામ પંચાયતના શ્રી શેતલ પટેલ તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર રિપોર્ટ સુપ્રત કરવાનું જાણવા મળ્‍યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 9 માર્ચ ના રોજ -થમ સભામાં 7 સભ્‍યો દ્વારા વિરોધ કરવામાં આવીયો હતો. અરનાલા ગ્રામ પંચાયતમાં બજેટ નામંજૂર ને લઇ ગ્રામ પંચાયત સુપરસીડ થાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.

Related posts

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

Leave a Comment