March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.30: ગુજરાતરાજ્‍ય માર્ગ વાહનવ્‍યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં.


મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્‍યના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઈ તેમજ કોઈપણ ગામ પરિવહન સેવાથી વંચિત ન રહે તે માટે નવીન બસોની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી રહી છે. આ નવીન બસોથી મુસાફરો/ વિદ્યાર્થીઓને પરિવહન સેવાનો લાભ મળશે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીની સાથે સલામતીના ધ્‍યેય સાથે કામ કરે છે. નવસારી ખાતે મુસાફરોને આરામદાયક સુવિધા માટે મીની બસો-70, સ્‍લીપર-20 તેમજ 2થ2 સીટર – 35 બસોનો સમાવેશ કરાયો છે.
કાર્યક્રમ બાદ ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી સી.આર.પાટીલ સહિત અન્‍ય મહાનુભાવો બસમાં મુસાફરી કરી ચીખલી ખાતે નવનિર્મિત પોલીસ આવાસના લોકાર્પણ કાર્યક્રમમાં રવાના થયા હતા.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ધારાસભ્‍યો સર્વેશ્રી નરેશભાઇ પટેલ, આર.સી.પટેલ, રાકેશભાઇ દેસાઇ તથા નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, જિલ્લા ભાજપપ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્‍પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્‍યાય, સ્‍થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્‍યો

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટયુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં બેચ 2021-22નું ઓરીએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment