(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
પ્રદેશની એકમાત્ર લો કોલેજ હવેલી ઈન્સ્ટીટયુટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રીસર્ચમાં ઓરીએન્ટેશન પ્રોગામ દ્વારા નવા વાર્ષિક સત્રનો પ્રારંભ વિદ્યાર્થીઓને કાયદાકીય શિક્ષણ અને તેના પરિચય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના પૂર્વ ગળહરાજ્ય મંત્રી શ્રી કળપાશંકર સિંહ, ડીઆઈજી શ્રી વિક્રમજીત સિંહ, પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન સાથે સિનિયરએડવોકેટ વર્ષા પાલવ ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફતેહસિંહ જી. ચૌહાણની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજમેન્ટ કમિટીના સભ્ય કોષાધ્યક્ષ શ્રી વિશ્વેશ દવે, કાર્યકારિણી સભ્ય શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ, લાયન્સ ઈગ્લિંશ સ્કૂલ અને દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના પ્રભારી નિશા પારેખ દ્વારા કાયદાકીય શિક્ષણ અને તેને લગતી માહિતી સાથે કોલેજની સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકયો હતો. જ્યારે કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર સુમન શર્મા અને આયુષી શર્માએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સભાળ્યુ હતું. વાઈસ પ્રિન્સિપાલ શિલ્પા તિવારી, સહાયક પ્રોફેસર શ્રી રાજવીરસિંહ પરમાર, લક્ષ્મી નાયર, સુગત તાજને વગેરેએ કાર્યક્રમને સંભાળી પોતાનો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.