October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
‘રાષ્‍ટ્રીય ડોક્‍ટર્સ ડે’ના ઉપલક્ષમાં દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના મહાન તબીબ અને શિક્ષણશાષાી તથા સ્‍વાતંત્ર્ય સેનાની ડો. બી.સી.રોયની જન્‍મ જયંતિને ‘રાષ્‍ટ્રીય ડોક્‍ટર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.
મોટી દમણના ભામટી ખાતે આવેલ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ‘ડોક્‍ટર્સ ડે’ની ઉજવણી ખુબ જ ઉત્‍સાહ પૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તબીબ ડો. સિંઘલે ખાસ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને તેમના ખાવાની આદત,સુવાની પેટર્ન અને રેગ્‍યુલર હેલ્‍થ ચેકઅપ ઉપર મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું.
શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ ડોક્‍ટરોના પરિશ્રમને ઉત્તમ નૃત્‍ય દ્વારા બિરદાવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલકો, શિક્ષકો અને સ્‍ટાફ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સરકારી પ્રાથમિક -ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિનની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી સાથે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની વિવિધ મહત્‍વપૂર્ણ વિષયો ઉપર મનનીય ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment