October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીને ઘટના સ્‍થળે લઈ જઈ રિકન્‍સ્‍ટ્રકશન કરાયું: બનાવના ત્રીજા દિવસે રેલી યોજી ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી આરોપીઓને પ્રોત્‍સાહન આપનારાઓની ધરપકડ કરવા કરેલી માંગઃ પરિવારે લાશ સ્‍વીકારતા પોલીસને રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.03: ચીખલી નજીક થાલા નહેર પાસે સોમવારની સાંજના આઠેક વાગ્‍યાના સમય દરમ્‍યાન નિવૃત એએસઆઈનો પુત્ર વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ.આ.40) ઉપર ત્રણ જેટલા ઈસમોએ પાણ ઘાતક હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વિનલ પટેલને સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્‍યું હતું. બનાવ બાદ પરિવારજનો સાથે લોકો પણ મોટી સંખ્‍યામાં સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલમાં ધસી આવી જ્‍યાં સુધી આરોપીઓને ઝડપી લઈ ચીખલી ન લવાઈ ત્‍યાં સુધી લાશ લેવાનો ઈન્‍કાર કરી દેતા પોલીસની મુશ્‍કેલી વધી જવા પામી હતી. આ દરમ્‍યાન બનાવના સ્‍થળની આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસી આરોપીઓની મોટર સાયકલની ઓળખ કરી હ્યુમન ઈન્‍ટેલિજન્‍સ અને ટેક્‍નિકલ સોર્સના આધારે વશિષ્ટહસમુખ કો.પટેલ (ઉ.વ-24) (રહે.ખૂંધ તા.ચીખલી) રાહુલ પાંચાભાઈ રબારી (ઉ.વ-21) (રહે.ખુડવેલ ચોકડી તા.ચીખલી) એમ બન્ને બનાસકાંઠાના પાલનપુરથી ઝડપી પાડ્‍યા હતા. જ્‍યારે જીગ્નેશ જીવણભાઈ પરમાર (ઉ.વ-19) (રહે.ખૂંધ આઝાદ નગર તા.ચીખલી) ની ગાંધીનગરના કલોલથી ધરપકડ કરી હતી.
હત્‍યાના ત્રણેય આરોપીઓને ડીવાયએસપી એસ.કે.રાય, ચીખલી પીઆઈ-કે.જે. ચૌધરી, પીએસઆઈ-સમીર જે.કડીવાલા, જે.બી.જાદવની ઉપસ્‍થિતિમાં આનંદ હોસ્‍પિટલની આગળથી ઘટના સ્‍થળ સુધી પગપાળા લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્‍ટ્રક્‍શન કરવામાં આવ્‍યું હતું. જોકે આ પૂર્વે સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલમાં ધારાસભ્‍ય અનંત પટેલે પણ રાત્રી દરમ્‍યાન પરિવારજનોની મુલાકાત લીધી હતી. અને એક સમયે આ ત્રણ આરોપીની પાછળ જેનો હાથ છે તેવા આરોપીની ધરપકડ ન થાય ત્‍યાં સુધી લાશ ન સ્‍વીકારવાની વાત બહાર આવતા બુધવારના રોજ ચીખલીમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
આ દરમ્‍યાન બપોરના સમયે જિલ્લા કોંગ્રેસના પમુખ શૌલેશભાઈ પટેલની આગેવાનીમાં હોસ્‍પિટલ થઈ પોલીસ મથક સુધી રેલી યોજી ડિવાયએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આવેદનપત્રમાં જણાવ્‍યાનુસાર સોમવારની ઘટના સામાન્‍ય જનને હચમચાવી નાંખે ભય ફેલાવે તેવી છે. છેલ્લા બે વર્ષમાંચીખલી-બીલીમોરા સહિત આસપાસના વિસ્‍તારમાં કોળી સમાજના યુવાનો પર ઘાતકી હુમલા થયા છે. વિનલ પટેલનું પણ ઘાતકી હુમલામાં મૃત્‍યુ થયું છે. તેનું મુખ્‍ય કારણ ગુંડા તત્‍વ છે. એમને રાજકીય-સામાજિક આગેવાનોનું પ્રોત્‍સાહન અને પીઠબળ મળી રહ્યું છે. આજે વિનલ પટેલના મૃત્‍યુથી બે નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્‍યારે પકડાયેલ આરોપીઓની નાર્કોટેસ્‍ટ કરવામાં આવે અને દુષણ ખોરોને પ્રોત્‍સાહન આપનારને પણ પકડી કડકમાં કડક પગલાં લેવાય, મૃતકની બંને નાની દીકરીઓને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. અને માંગ ન સ્‍વીકારાય તો ધરણા યોજવાની પણ ચીમકી આપી હતી. રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્‍યામાં જોડાઈ આરોપીઓને ફાંસી આપી વિનલ પટેલને ન્‍યાય આપો ન્‍યાય આપોના સૂત્રોચ્‍ચાર કર્યા હતા.
થાલાના યુવાનની હત્‍યાનું રહસ્‍ય આજે પણ અકબંધ રહ્યું છે. આરોપીઓના કોર્ટમાંથી રિમાન્‍ડ મેળવ્‍યા બાદ પૂછપરછમાં વધુ હકીકત બહાર આવશે. પરંતુ અનેક ચર્ચાઓ વચ્‍ચે ચોક્કસ કયાં કારણોસર હત્‍યા કરવામાં આવી તે બહાર આવ્‍યું નથી. જોકે પીએસઆઈ સમીર કડીવાલા સહિતના અધિકારીઓની દિવસ રાતની જહેમત વચ્‍ચે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ડબોચી લેવાય હતા.ત્‍યારે આગળની તપાસમાં બીજા આરોપીઓના નામ બહાર આવશે કે કેમ તે જોવું રહ્યું. ડીવાયએસપી એસ.કે.રાય દ્વારા પરિવારજનોને જણાવ્‍યુ હતુ કે હત્‍યામાં સામેલગીરી બહાર આવશે તો કોઈપણ ચમરબંધીને છોડાશે નહિ તેવી ખાતરી જિલ્લા પોલીસ વતી આપી હતી.

Related posts

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરેલી પસંદગીને આવકારવા ગ્રામસભાનું આયોજન

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment