(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભક્તિ આરાધના ના પર્વ ગણેશ પર્વની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
આપણી ભારતીય સંસ્કળતિનો વારસો ઉત્સવ પ્રિય છે. પુરા વર્ષ દરમિયાન કેટલાય ઉત્સવો આપણે ભક્તિભાવ સાથે અને હર્ષોલ્લાસ સાથે ઉજવતા આવ્યા છીએ. ત્યારે વિદ્યાર્થીઓ પણ આપણા ઉત્સવો અંગે તેમના મહત્વ વિશે સમજે અને વારસો જળવાઈ રહે તેવા ઉમદા હેતુસર ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસના ઉપલક્ષમાં શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી ગણેશ પર્વને લઈને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી પ માં રંગકામ અને શણગાર સ્પર્ધાનુંતેમજ ધોરણ 6 થી 8 માં માટી અને ક્લેના ઉપયોગથી ગણેશ પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં ધોરણ 1 થી 8 ના કુલ 405 વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સવ ભેર ભાગ લઈ સરસ મજાના ચિત્રો સાથે મનમોહક ગણેશ શણગાર અને સુંદર મજાની ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. સ્પર્ધાઓમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ-1 માં રિયલ ઉમેશભાઈ ભોભાલિયા, ધોરણ-2માં ઝેની નિલેશકુમાર પટેલ, ધોરણ – 3માં સનાયા રાહુલભાઈ હળપતિ, ધોરણ-4માં જેનીત પુનાભાઈ રામ, ધોરણ-5માં ધ્વનિ પિયુષ પટેલ, ધોરણ-6 માં પૂર્વા મહેન્દ્રભાઈ બાહલીવાલા, ધોરણ-7 માં પ્રાચી વિનયભાઈ પટેલ, ધોરણ-8માં ઈશિકા સુરેન્દ્રભાઈ રાઠોડ અને ક્રિષ્ના ધર્મેશભાઈ રંગપરિયા આ તમામ વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા સ્પર્ધામાં વિજેતા થયેલ સર્વે વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને આચાર્યશ્રી તેમજ સર્વે શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/08/Ghanshyam-960x465.jpg)