Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા પંચાયત દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
દીવના વણાકબારા ગ્રામ પંચાયત હોલ ખાતે આજે દીવ જિલ્લા પંચાયત દ્વારા સૂકા કચરા અને લીલાં કચરાઓ માટે કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું. આજે સવારે 11 કલાકે વણાકબારા ગ્રામ પંચાયત ખાતે દીવ કલેકટર શ્રીમતી સલોની રાયની અધ્‍યક્ષતામાં વણાકબારા ગ્રામ પંચાયતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન આજથી ચારેય પંચાયતમાં કચરા પેટીનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વણાકબારા ગ્રામ પંચાયત ખાતે આજે કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, ડેપ્‍યુટી કલેક્‍ટર અને સીઈઓ શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મિનાક્ષીબેન જીવન, ઉપ સરપંચ શ્રી નરશીભાઈ, વણાકબારા ગ્રામ પંચાયત મંત્રી શ્રી જેન્‍તીભાઈ વાળા, જિલ્લા પંચાયત સદસ્‍યો શ્રી નાનજી બારીયા, શ્રી ઉમેશ રામા, ગ્રામ પંચાયત સદસ્‍યો વગેરેના હસ્‍તે કચરાપેટી વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજથી શરૂ થનાર ભીના કચરા માટે ગ્રીન અને સૂકા કચરા માટે બ્‍લુ કચરા પેટીનું વિતરણ થયું હતું. ઝોલાવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 500 કચરા પેટી, બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 700 કચરા પેટી, સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1300 કચરા પેટી અને વણાકબારા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1500 કચરા પેટીનું વિતરણ કરવામાં આવશે. કચરા પેટી વિતરણ કરવાનુ મુખ્‍ય ઉદેશ્‍ય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનને અને દીવ જિલ્લા સ્‍વચ્‍છ રહે અને ક્‍લીન દીવ ગ્રીન દીવ થાય તે માટે ગ્રામજનોને પણ જાગૃત કરવામાં આવ્‍યા હતા.

Related posts

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને જિ.પં. પ્રમુખ નિશા ભવરે સીલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું અનાવરણ

vartmanpravah

ધરમપુરના નગારિયામાં ‘‘વારસો મારા ફળિયાનો” પુસ્‍તકનું વિમોચન કરાયું

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment