October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.21
ચીખલી તાલુકાના તેજલાવ ગામે યુવા એકતા ગ્રાઉન્‍ડ પર વંકાલ હાઈસ્‍કૂલના-2002 ના વર્ષ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મૈત્રી ભાવના,એકતા ખેલદિલીની ભાવના વધે તેવા હેતુથી ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવતા મુખ્‍ય આયોજક શ્રી નિલેશભાઈ વંકાલ મોખાના ભાવેશભાઈ સહિત યુવા ક્રિકેટરોની ઉપસ્‍થિતિમાં તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા રીતેશભાઈ પટેલના હસ્‍તે દીપ પ્રાગટય કરી દો.નૈનેશભાઈ તથા નિતેશભાઈ દ્વારા ટુર્નામેન્‍ટને ખુલ્લી મુકવામાં આવી હતી.
ઉપરોક્‍ત ટુર્નામેન્‍ટમાંકુલ છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલ મેચમાં ડો.સુજીત પટેલ અને ડૉ.નીરજ મહેતાની ટીમ વચ્‍ચે ટક્કર જામી હતી.જેમાં રસાકસી વચ્‍ચે ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન થતા તેમને વંકાલ મોખાના ગ્રામ પંચાયત સભ્‍ય શ્રી દીપકભાઈ અને રનર્સઅપ ડો.નીરજ મહેતાને ઇમરાનભાઈ દ્વાદ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ટૂર્નામેન્‍ટમાં મેન ઓફ ધ સિરીઝ દિવ્‍યેશભાઈ, બેસ્‍ટ બોલર કેયુર પટેલ, બેસ્‍ટ બેટ્‍સમેન વિવેક પટેલને જાહેર કરાયા હતા. ટૂર્નામેન્‍ટમાં વંકાલ હાઈસ્‍કૂલના વર્ષ 2002ના બેચના વિદ્યાર્થી મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વણાકબારા ખાતે સાગર કવચને લઈને માછીમારો સાથે યોજવામાં આવી બેઠક

vartmanpravah

Leave a Comment