Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો હતો.
હોન્‍ડ ગામે પોસ્‍ટ ઓફિસમાં જુલાઈ-78 માં ફરજ પર જોડાઈ સતત 45-વર્ષની નોકરી બાદ નિવૃત થનાર પોસ્‍ટ માસ્‍તર મંજુલાબેન આલીપોરવાલાનો વિદાય સન્‍માન સમારોહ યોજાતા શરૂઆતમાં ગામના અગ્રણી હેમંતભાઈ દેસાઈએ ઉપસ્‍થિતોને આવકારી મંજુલાબેનની કામગીરીને બિરદાવી હતી. ટપાલ વિભાગની ગ્રામીણ ટપાલ જીવન વીમા, મહિલા સમૃધ્‍ધિ યોજના, સુકન્‍યા સમૃધ્‍ધિ યોજનામાં ઉતકષ કામગીરી બદલ નવસારી ડિવિઝન દ્વારા મંજુલાબેનનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ફરજ દરમ્‍યાન શ્રેષ્ઠ કામગીરી પ્રાપ્ત કરી ગામનું ગૌરવ વધારનાર મંજુલાબેન આલીપોરવાલાનું ગામના સરપંચ દીપકભાઈ, કૃણાલભાઈ મિષાી, પ્રકાશભાઈ જરીવાળા, સુરેશભાઈ પંડ્‍યા, પ્રકાશભાઈ રાવલ સહિતના આગેવાનો દ્વારા સ્‍મૃતિભેટ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અને તેમની ફરજ નિષ્ઠાને બિરદાવી શ્રેષ્ઠ દીધાર્યુ જીવન માટે શુભેચ્‍છાપાઠવી હતી.
મંજુલાબેન આલીપોરવાલાએ પણ પોતાની ફરજ દરમ્‍યાન સહકાર માટે ગામના તથા આસપાસના વિસ્‍તારના લોકો અને સ્‍ટાફ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગામના અગ્રણી અરવિંદભાઈ ઉપરાંત રસિકભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે જિલ્લા કારોબારીની મીટીંગ યોજાઈ: વલસાડમાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્‍ચાર કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

Leave a Comment