(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ, મધ્ય પ્રદેશ બેડમિન્ટન એસોસિએશન દ્વારા ઈન્દોરમાં તારીખ 8 થી 11 ઓગસ્ટ 2023 દરમિયાન વેસ્ટ ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે, જેમાં ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ટીમો ભાગ લઈ રહી છે.
ગોવા બોયઝની અંડર-19 ટીમે સારું પ્રદર્શન કર્યું અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેનો સામનો છત્તીસગઢની ટીમ સાથે થયો, જેમાં તેમને હારનો સામનો કરવો પડયો હતો અને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડયો હતો. અંડર-19 કેટેગરીમાં રમાયેલી ફાઈનલ મેચોમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની ટીમો આમનેસામને હતી, જેમાં મહારાષ્ટ્રની ટીમ વિજયી બની હતી.
અત્રે નોંધનીય છે કે દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન રેન્કિંગ ટુર્નામેન્ટમાં પોતાના સારા પ્રદર્શનને કારણે ગોવાની સ્ટેટ બેડમિન્ટન ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યુંછે.
ગોવાની ટીમના આ સારા પ્રદર્શન બદલ ગોવા બેડમિન્ટન એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી સંદીપ હેબળેએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ગોવા ટીમના કોચ શ્રી ઈરફાન ખાન અને શ્રી શર્મદ મહાજન તથા ટીમ મેનેજર શ્રી પ્રવીણ શેનોયે ટીમના આ પ્રદર્શન માટે મહત્વની જવાબદારીઓ નિભાવી