(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વલસાડ ઉમરગામની યુવતિની મહેસાણાના વડસ્મા ખાતે કાર્યરત સત્સંગ સાકેતધામ ઈન્સ્ટિટયૂટ ફાર્મસી કોલેજમાં ઉમરગામના કચીગામની યુવતીની હત્યા થયેલી લાશ મળી આવી હતી. પરિવારજનોની ફરિયાદ બાદ મહેસાણા પોલીસે મોતનો ગુનો નોંધી આરોપી પ્રણવ ગામીતની ધરપકડ કરી હતી. સેસન્સ કોર્ટમાં આરોપી પ્રણવને રજૂ કરતાં કોર્ટે આરોપીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલી આપ્યો હતો.
વલસાડ જિલ્લાની યુવતીની મહેસાણા ફાર્મસી કોલેજમાં થયેલી હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. વોટ્સએપ ઉપર યુવતિના પરિવારજનોને મેસેજ મળેલો કે તમારી પૂત્રી ગુમ થઈ છે. પરિવાર મહેસાણા કોલેજમાં પહોંચી ગયો હતો. તપાસ કરતા તેમની લાડલીનો મૃતદેહ લેબોરેટરીઝમાં હત્યા કરાયેલી હાલતમાં મળી આવતાપરિવાર શોકમગ્ન બની ગયો હતો. પરિવારે લાંધણજ પોલીસમાં હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રણવ ગાવિતને ધરપકડ કરી હતી. આજે મહેસાણા સેસન્સ કોર્ટમાં આરોપીને રજૂ કરાયો હતો. હત્યા બાદ આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસ પ્રણવ દલસુખભાઈ ગામીતને શોધી કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારી વકીલ વિજય બારોટની ધારદાર દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપ્યો હતો. સમગ્ર બનાવમાં એક તરફી પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો હતો.