-
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ખેતી અને પીવાના પાણીની સમસ્યાઓ શા માટે?
(સંજય તાડા દ્વારા)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05
ચોમાસાની ઋતુમાં કોતરો તેમજ નાની ખાડી નદીના પાણી દરિયામાં વહી જતું પાણી અટકાવવા તેમજ તેનો ટૂંકા સમય સુધી સંગ્રહ કરી ભૂગર્ભમાં પાણીની સપાટીની જાળવણી કરવાના હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં અનેક વિભાગના નેતળત્વમાં હજારો ચેકડેમ નિર્માણ કરવામાં આવ્યા છે. વિવિધ ડીઝાઇન ધરાવતા ચેકડેમો માટે અત્યાર સુધી સરકારે કરોડોનો ખર્ચ કર્યો છે. જો કે, જે ફાયદો થવો જોઈતો હતો તે કેટલાક સામાન્ય કારણોસર થતો નથી. ચેકડેમની બન્ને બાજુ ધોવાણ થતા, ગેટ તૂટી જતા પાણી ટકતું નથી. બહુધા ગામોમાં ચેકડેમની આ હાલત છે. તો અનેક ચેકડેમમાં ઉપરવાસની માટી ભરાઈ જતા ડિસેલ્ટિંગ જરૂરી છે.
આખર સીઝનમાં અંતરિયાળ ગામોમાં પાણીની અછતના નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવતા ચેકડેમોની હાલત બાબતે તંત્ર સર્વેકરી જરૂરી સમારકામ કરે તે જરૂરી છે. કોલક અને પાર નદીના ધોવાણ થયેલા ચેકડેમની બારીઓ ગાયબ કે તૂટેલી હોવાથી પાણી સતત વહી જાય છે.
ચેકડેમોના હેતુ સાકાર નહીં થતાં આખી યોજના જ નર્યું ધુપ્પલ સાબિત થઈ રહી છે. નવાઈની વાત એ છે કે જુના ચેકડેમોના ઠેકાણાં નથી ને સરકાર હજુ નવા ચેકડેમ બાંધવાના અન્ય નવી નવી કરોડો રૂપિયાનું આયોજન કરી રહી છે.
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા માટે જળ એ મહત્વપૂર્ણ છે. મર્યાદિત પાણી પુરવઠા અને વધતી જતી માંગને કારણે પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે તફાવત ઝડપથી વધતો જાય છે. યોગ્ય ટેકનોલોજી, નીતિઓ, સંસ્થાકીય અવ્યવસ્થા અને પાણીની ઉત્પાદકતામાં વધારો કરવા માટે ‘લોકભાગીદારી સામુહિક જાગળતિ કાર્યક્રમ આર્થિક વિકાસને વેગ અને હયાત અને ભવિષ્યમાં સલામત અને સુરક્ષિત પાણીનો વિકાસ, જરૂરિયાત આધારિત પ્રાથમિકતાઓ અને આયોજન લાંબાગાળે પાણી પુરવઠો વધારવા એક ટકાઉ માર્ગ બનાવવામાં વહીવટી તંત્રને નિષ્ફળતા મળી છે.
ભવિષ્ય માટે સુરક્ષિત પાણી ઉપલબ્ધ કરાવવાનું વહીવટ અને લોકો માટે એક પડકાર છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ચેકડેમમાં પાણી રોકવા માટે સરકાર પાસે કોઈ આયોજન નથી. સરકારના વિવિધ વિભાગ દ્વારા નવાચેકડેમ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચો કરે છે એ ચેકડેમ એક વર્ષ પાણીનો સંગ્રહ થતો નથી. ધૂળવાળી રેતી, કપચી અને સિમેન્ટનો યોગ્ય માપદંડના આધારે ઉપયોગ ન કરાતાં ચેકડેમની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ ખડો થયો છે. કામગીરીમાં ભારે વેઠ ઉતારાતી હોવાની વારંવાર ફરિયાદ ઉઠે છે. થોડા સમયમાં જ દીવાલો પર તિરાડો પડી જતાં કાંકરા ખરી ગાબડાં પડી જતાં ચોમાસાનું પાણી સંગ્રહ થવાના બદલે વહી જાય છે.
જેની કોઈ તપાસ કરવામાં આવતી નથી કેમ? જુના ચેકડેમ રિપેર કરવા માટે પણ મોટી રકમ ફાળવવામાં આવે છે એ ચેકડેમમાં પણ પાણી સંગ્રહ થતો નથી. માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
આજની પરિસ્થિતીને જોતાં જીવસળષ્ટિમાં બદલાવને લીધે દિવસે દિવસે આબોહવાકીય પરિસ્થિતીમાં બદલાવ આવતો જાય છે, જેને કારણે દરરોજના તાપમાનમાં ખુબજ બદલાવ થતો રહે છે. બધી જ ઋતુઓનો સમયગાળો પણ બદલાતો જાય છે. ચોમાસુ અને શિયાળાની ઋતુનો સમયાગાળો ઘટતો જાય છે જ્યારે ઉનાળાની ઋતુનો સમયગાળો વધતો જાય છે. વરસાદનું પાણી નદીમાં વહી જાય છે. જેથી જમીનમાં પાણીનો સંગ્રહ થતો નથી તેમજ નદી, જળાશય, તળાવ, કુવા, બોરવેલ વગેરે જેવા પાણીનાસ્ત્રોતોમાં પણ પાણી સુકાઈ જાય છે. જેને લીધેલોકોને જીવનનિર્વાહ કરવા માટે પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે ત્યાં પાકના વાવેતરનું તો પુછવું જ શું? ટૂંકમાં કહીએ તો પાણીની ખુબ જ અછત સર્જાઈ છે. આ પાણીની અછતની સમસ્યાને નિવારવા માટે સરકાર પણ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. આવી પરિસ્થિતીમાં પાણીના અછતની સમસ્યાનું સમાધાન કરવા માટે ‘વરસાદી પાણીનો સંગ્રહ’એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેનો ઉપયોગ ઘરગથ્થું વપરાશ, પશુઓની સાર સંભાળ તેમજ ખેતીમાં ખાસ કરીને પાકની કટોકટી અવસ્થાએ બચાવ માટે પિયત આપી શકાય છે. આમ,સંગ્રહ કરેલ વરસાદી પાણી ખેત ઉત્પાદન વધારવામાં મહત્વનુ યોગદાન આપી શકે છે. ધરમપુર તાલુકામાં સિંચાઈ માટે કોઈ વ્યવસ્થા નથી જ્યારે કપરાડા તાલુકાના માત્ર મોટાપોઢા, અંભેટી, સુખાલા, કાકડકોપર ધોધડકુવા નહિવત ગામોમાં સિંચાઈ વ્યવસ્થા છે. જ્યારે કપરાડાના 100થી વધુ ગામોમાં આજે પણ સિંચાઈ માટે સરકાર દ્વારા કોઈ પણ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી નથી. ઉપરાંત ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કપરાડા તાલુકાના નિલોશી, મોટી પલસાણ, નાની પલસાણ, ચેપા અને અન્ય કેટલાય ગામોમાં આઝાદીના 75 વર્ષ વિતી ગયા છતાં વ્યવસ્થિત એક પણ રોડની વ્યસ્થા નથી. તો શું આ રસ્તાઓનોકાયમી ઉકેલ આવશે?
ગુજરાતનું ચેરાપુંજી કપરાડા તાલુકો છે. સરેરાશ વાર્ષિક વરસાદ 125 ઈંચ મીની ચેરાપુંજીથી ઓળખ છે આ મોટા ભાગનું વરસાદી પાણી નદી-નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે અને થોડું પાણી કુદરતી રીતે અને માનવસર્જિત સંગ્રહસ્થાનોમાંથી જમીનમાં ઉતરે છે. જેનાથી પાણીના સ્તર ઊંચા આવે છે. વરસાદ અમુક સમય બાદ પાણીની અછત વર્તાય છે તો વરસતા વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવો જ રહ્યો. આમ વરસાદ સિવાયના સમયગાળા દરમ્યાન જો ખેત પેદાશનું ઉત્પાદન કરવું હોય તો પાણીનો સંગ્રહ કરવો અતિ આવશ્યક છે. નદીઓ બનાવવામાં આવેલ ચેક ડેમ ઝરણાં દ્વારા વહી જતાં પાણીને અટકાવી અને તે જ પાણીને એકત્ર કરવા માટે બનાવવામાં આવેલા ચેકડેમ હાલમાં જર્જરિત છે જેનું મુખ્ય કારણ સ્થાનિક રાજકીય નેતાઓના આશીર્વાદ અને નેતાઓ ઓજ કોન્ટ્રાક્ટર બનીને કામો કરે છે. સરકારનું વહીવટી તંત્રને ખબર છે આખરી સમયે 3 મહિના પીવા માટે પણ પાણી મળતુ નથી. હાલમાં નદીઓમાં પાણી વહી રહ્યું એને કેમ રોકવામાં આવતું નથી.
શ્રી જીતુભાઇ ચૌધરી 181 ધારાસભ્ય કપરાડા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કલ્પસર અને મત્સ્યોદ્યોગ સ્વતંત્ર હવાલો નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ પાણી રોકવા માટેહાલમાં અગમચેતી ઉનાળામાં પાણીની સમસ્યા ના થઇ શકે તે માટે વહીવટી તંત્રને ઉજાગર કરે એ સમયની માંગ છે