Vartman Pravah
Otherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસ સ્‍માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલ બસમાં કંડક્‍ટર તરીકે ફરજ બજાવતી ગરીબ આદિવાસી મહિલા સરસ્‍વતી ભોયા ઉપર બસ સંચાલકો દ્વારા લગાવાયેલા તથાકથિત આરોપોના કારણે આઘાત લાગતા તેણી આત્‍મહત્‍યા કરી લીધી હતી. મૃતક સરસ્‍વતી ભોયાના પરિવારને પ્રશાસન દ્વારા ન્‍યાય આપી જે પણ અધિકારી આ પ્રકરણમાં જવાબદાર હોય એમના ઉપર એટ્રોસીટી એક્‍ટ, આત્‍મહત્‍યા માટે મજબુર કરવું, આદિવાસી અત્‍યાચાર કાનૂન જેવી કલમો લગાવી જલ્‍દીથી ન્‍યાય અપાવી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા બાબતે સેલવાસ નગરપાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈપટેલે એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે. શ્રી સુમનભાઈ પટેલે એસ.પી.શ્રીને કરેલી અરજીમાં જણાવ્‍યા અનુસાર સરસ્‍વતી ભોયા જે સેલવાસ સ્‍માર્ટસીટી અંતર્ગત ચાલતી બસમાં મહિલા કંડક્‍ટર તરીકે ફરજ બજાવતા હતા. જેમના પર સેલવાસ સ્‍માર્ટસીટીના અધિકારી દ્વારા એમના પિતા હાજરી ખુબ જ ખરાબ અને અપશબ્‍દો બોલી બેઈજ્જતી કરવામાં આવી હતી. અધિકારી દ્વારા ‘તુ ચોર છે તારો બાપ પણ ચોર છે પૈસા ખાઈ જાય છે તુ સાચુ બોલતી નથી ખોટું બોલે છે, અમને ફસાવે છે.’ જેવા આરોપો લગાવી અપમાનિત કરવામાં આવ્‍યા હતા. આવા શબ્‍દો સાંભળીને દીકરી એના પિતા સાથે લાગણીશીલ બની હતી.
કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે અરજીમાં જણાવ્‍યું છે કે, આપ સાહેબને જાહેર જનતાને તેમજ દરેક સમાજને ખબર છે કે અહીંની સ્‍થાનિક આદિવાસી પ્રજા ખુબ જ ભોળી શરમાળ અને લાગણીશીલ છે. તેઓ ખોટી ઝંઝટમાં પડતા નથી, બને ત્‍યાં સુધી બોલવામાં તેમજ વ્‍યવહારમાં પણ ખુબ જ કાબુ રાખે છે અને તેઓ હંમેશા સાચું બોલવામાં માને છે. જેમાં પોતાની અને સામેવાળાની ઈજ્જત જળવાઈ રહે એવો વ્‍યવહાર વર્તન કરે છે અને કરવામાં માને છે અને જેના કારણે જ આજે પણ આદિવાસી અને આદિવાસીઓની સંસ્‍કૃતિ જળવાઈ રહેલી છે.
શ્રી સુમનભાઈ પટેલે જણાવ્‍યું છે કે, સેલવાસ સ્‍માર્ટસીટીના અધિકારી દ્વારાએક આદિવાસી મહિલા સાથે ખુબ જ ખરાબ વ્‍યવહાર વર્તન કરવામાં આવેલ જે ખુબ જ ખરાબ અને નિંદનીય છે અને સમસ્‍ત દાનહની પ્રજા આવા દુર્વ્‍યવહાર કરનાર અધિકારીને ધિક્કારે છે અને વખોડી કાઢે છે. આવા દુર્વ્‍યવહારના કારણે આપણા પ્રદેશની એક દીકરી સહન ન કરી શકી અને મગજ ઉપર ખુબ ભાર લઈ લીધો અને આત્‍મહત્‍યા કરવા મજબુર થવું પડયુ જે સમગ્ર સંઘપ્રદેશ માટે ખુબ જ નિંદનીય બાબત છે. એક અધિકારીના ખરાબ વ્‍યવહાર કરવાના લીધે પ્રદેશની દીકરીએ મજબૂરીમાં આત્‍મહત્‍યા કરવી પડી જેથી જેણે મજબુર કરી હોય તે અધિકારીની સ્‍થાનિક પોલીસ પ્રશાસન તાત્‍કાલિક ધોરણે તપાસ કરી જે પણ અધિકારી આ પ્રકરણમા સામેલ હોય એમના ઉપર એટ્રોસીટી એક્‍ટ, આત્‍મહત્‍યા માટે મજબુર કરવું, આદિવાસી અત્‍યાચાર કાનૂન જેવી કલમ લગાવી જલ્‍દીથી એફ.આઈ.આર. નોંધી મરણ જનાર દીકરીને એમના પરિવારને તેમજ પ્રદેશના હિતોને ધ્‍યાનમાં રાખીને આદિવાસી સમાજને જલ્‍દીથી ન્‍યાય મળે.

Related posts

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા સાથે શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment