મનરેગા હેઠળ બાયોગેસપ્લાન્ટની સ્થાપના માટે રસ ધરાવતા અને લાયકાત લાભાર્થીઓ પાસેથી ટૂંક સમયમાં અરજીઓ સ્વીકારાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન દાનહ જિલ્લા પંચાયતે સિલી ગામના લાભાર્થીના ઘરે 2M3 ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ, નવા અને નવીનીકરણીય મંત્રાલય અને એનર્જી અને મનરેગા યોજનાના બાયોગેસ પ્રોગ્રામ હેઠળ સ્થાપના કરવામાં આવેલ છે. જેનું આજે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર અને જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા તથા જિ.પં. ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાને પાઇલટ યુનિટનું અનાવરણ કર્યું હતું.
આ અવસરે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો, બાયોગેસના ઉપયોગ દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી હતી. કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ મનરેગા હેઠળ આ નવીનીકરણીય ઊર્જાસ્ત્રોત/સંપત્તિના વ્યાપક અનુラકૂલનની જરૂરિયાત પર ભાર મુક્યો હતો અને માહિતીના પ્રસાર દ્વારા ગ્રામીણ પરિવારોને પ્રોત્સાહિત કરીને આ પહેલને સફળ બનાવવા માટે તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની ભૂમિકા ઉપર ભાર મુક્યો હતો.
કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિતકરવાના ફાયદાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બાયોગેસ સ્વચ્છ રસોઈ બળત ઉત્પન્ન કરી શકે છે. 5 થી 6 પશુ ધરાવતું ઘર બાયોગેસ જે દરરોજ 2 થી 3 કલાક રસોઈ બનાવવા માટે પૂરતો છે જે લાકડા અને એલપીજી પરની નિર્ભરતા ઘટાડે છે અને રાસાયણિક ખાતરને બદલે છે. ઉપરાંત 60 થી 70 લિટર ઓર્ગેનિક બાયો-સ્લરી ઉત્પન્ન કરે છે અને જમીનની ફળદ્રુપતાને સમૃદ્ધ બનાવે છે.
બાયોગેસનો ઉપયોગ કરવાના ફાયદાઃ (1)ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરીને અશ્મિભૂત ઈંધણને બદલવાની તેની સંભવિતતા (2)જૈવિક ખાતરનું ઉત્પાદન કરે છે (3)ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં સ્વચ્છ ઊર્જાની માંગ પુરવઠામાં સુધારો કરવો (4)વધારાના ગેસ અને કાર્બનિક ખાતરના વેચાણ દ્વારા આવકનોસ્ત્રોત વધશે. (5)ફેફસાંના રોગોથી સંબંધિત આરોગ્ય સમસ્યાઓથી બચાવે છે, જેમાં ક્રોનિક રોગોનો સમાવેશ થાય છે. ખાસ કરીને લાકડા પર રસોઈ કરતીસ્ત્રીઓ માટે. (6)એલપીજીની કિંમત બચશે, જેનો ઉપયોગ હાલમાં રસોઈ ઈંધણ તરીકે થાય છે.
બાયોગેસ પ્લાન્ટના અનાવરણ સમયે સીલી ગ્રામ પંચાયતના સરપંચ, જિ.પં. સભ્ય સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલને આગળ વધારવા માટે તેમના વિચારો વ્યક્ત કરતા જિલ્લા પંચાયતના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મનરેગા હેઠળ આ પ્રકારનાબાયોગેસ યુનિટની સ્થાપના માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા પરિવારો પાસેથી ટૂંક સમયમાં અરજીઓ સ્વીકારવામાં આવશે.