October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસકશ્રીના કાર્યક્રમને લઈ કરાયેલી સાફ-સફાઈઃ અધૂરા કામો પણ શરૂ કરી દેવાયા..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાશક શ્રી પ્રફુલભાઈ પટેલ આંબાબારી કૌંચામાં પંચાયત ઘરનું ભૂમીપૂજન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કાર્યક્રમ સવારે આજે સવારે 9:30 વાગ્‍યે આયોજીત કરવામાં આવ્‍યો છે ત્‍યારે જેઓના સ્‍વાગત માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગને લઈ સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્‍તારમાં પણ સફાઈ કરાવવામાં આવી રહી હતી. જ્‍યારે સેલવાસ-નરોલી રોડ પર ‘સ્‍માર્ટ સીટી’ અંતર્ગત જે ડિવાઈડરો હટાવવામાં આવ્‍યા હતા તે જગ્‍યા પર નવી ડિઝાઈનના ડિવાઇડરો લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભૂમિપૂજન-વિતરણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામા સાંસદશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખના નામો નહીં હોવાથી પ્રદેશની જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો હતો.

Related posts

દમણ જિલ્લાના ચૂંટણી ઓબ્‍ઝર્વર (સામાન્‍ય) તરીકે વિજયા જ્‍યોત્‍સના વશીરેડ્ડીની નિયુક્‍તિ

vartmanpravah

સમગ્ર પ્રદેશનું ગૌરવ: દમણના ભૂષણ મહેન્‍દ્ર ઓઝાએ સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્‍ઠિત‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

વાપીના યુવાને એશિયન થાઈ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં ભારત માટે ગોલ્‍ડ મેડલ જીત્‍યો

vartmanpravah

Leave a Comment