Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

  • દાનહ અને દીવને પુરૂષ પ્રમુખ તથા દમણ જિલ્લાને મહિલા પ્રમુખ મળશે

  • ત્રણેય જિલ્લા પંચાયતો ઉપર ભાજપનો કબ્‍જો હોવાથી ભાજપ હાઈકમાન્‍ડના મેન્‍ડેટ ઉપર મદાર

  • ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેની તકેદારી લોકસભા ચૂંટણીના વર્ષમાં ભાજપે રાખવી પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: દાદરા નગર હવેલી અને દમણ તથા દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આગામી તા.18મી મે, 2023ના રોજ જાહેર કરવાનો આદેશ આજે પંચાયતી રાજ સંસ્‍થાના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહને જારી કર્યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્‍યુલેશન-2012ની કલમ 61(6) અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખનો મહત્તમ કાર્યકાળ તેમની નિયુક્‍તિથી અઢી વર્ષનો નિર્ધારિત કરવામાં આવેલ છે.
તા.18મી મે, 2023ના રોજ બપોરે 3:00 વાગ્‍યે યોજાનારી પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી માટે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, દમણ જિલ્લા પંચાયત માટે કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને દીવ જિલ્લા પંચાયત માટે દીવના કલેક્‍ટર શ્રી ફર્મન બ્રહ્માને પ્રિસાઈડિંગઓફિસર તરીકે નિયુક્‍ત કરાયા છે.
દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મહિલા અને ઉપ પ્રમુખ પદે પુરૂષ સભ્‍યની નિયુક્‍તિ કરવામાં આવશે. જ્‍યારે દાદરા નગર હવેલી અને દીવ જિલ્લા પંચાયત માટે પ્રમુખ પદે પુરૂષ અને ઉપ પ્રમુખ પદે મહિલા ઉમેદવારને ચૂંટવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, પ્રદેશની ત્રણેય દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લા પંચાયતો ઉપર ભાજપનો કબ્‍જો છે. તેથી ભાજપ હાઈકમાન્‍ડ કોના નામનો મેન્‍ડેટ જાહેર કરે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે. જો કે, ઘણાં મહત્‍વાકાંક્ષી ઉમેદવારોએ ઘણાં સમય પહેલાથી પોતાનું લોબિંગ શરૂ કરી ચુક્‍યા છે. જેમાં પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી મુખ્‍ય છે. છતાં પણ ભાજપના ઉચ્‍ચ હાઈકમાન્‍ડના નિર્દેશ મુજબ જ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખના પાસા ગોઠવાશે એવું પ્રતિત થઈ રહ્યું છે. કારણ કે, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી શ્રી બાબુભાઈ પટેલને ખસેડવાના લીધેલા નિર્ણયથી ઉચ્‍ચ હાઈકમાન્‍ડ સંતુષ્‍ટ નહીં હતું. હવે જ્‍યારે લોકસભાની ચૂંટણી આડે માંડ 10 થી 11 મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્‍યારે ભાજપના સૂત્રધારો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની કમાન કોને સોંપે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપની વેસ્‍ટનો ગેરકાયદે નિકાલ કરવામાં અગ્રેસરઃ તપાસનો વિષય

vartmanpravah

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

Leave a Comment