April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

  • પ્રસ્‍તાવિત વીજ નિર્ધારણ દર પરત ખેંચવા અને વહીવટને સુધારવા વિવિધ સ્‍ટેક હોલ્‍ડરો દ્વારા કરાયેલી રજૂઆત

  • દમણમાં યુથ એક્‍શન ફોર્સના ઉમેશ પટેલે કરેલી અભ્‍યાસપૂર્ણ રજૂઆતથી ટોરેન્‍ટ પાવરની કેટલીક મહત્‍વપૂર્ણ ક્ષતિઓ પણ થઈ ઉજાગર

  • ઉદ્યોગ જગતના કિરીટ પારેખ, સંજય દલાલ, આદિવાસી સમુદાયના ભાવિક હળપતિ, દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવી સહિત અન્‍યોએ પણ કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિતરણ વ્‍યવસ્‍થા હસ્‍તગત કરવાવાળી ટોરેન્‍ટ પાવર સંચાલિત ડીએનએચડીડી પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા જેઈઆરસીની સામે રજૂ કરવામાં આવેલ એ.આર.આર. અને ટેરિફ પ્‍લાન ઉપર આજે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સાંજે 4:00 વાગ્‍યે યોજાયેલી જન સુનાવણીમાં ટોરેન્‍ટ પાવરની કામગીરી સામે ઉપભોક્‍તાઓએ પસ્‍તાળ પાડી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જેઈઆરસીના ચેરમેન શ્રી આલોક ટંડન અને સભ્‍ય શ્રીમતી જ્‍યોતિ પ્રસાદની ઉપસ્‍થિતિમાં યોજાયેલ જન સુનાવણીમાં યુથ એક્‍શન ફોર્સના શ્રી ઉમેશ પટેલ, ઉદ્યોગ જગતના શ્રી કિરીટ પારેખ, શ્રી સંજય દલાલ, આદિવાસી સમુદાયના શ્રી ભાવિક હળપતિ,દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત અનેક ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકોએ પ્રસ્‍તાવિત એ.આર.આર. અને ટેરિફ પ્‍લાન ઉપર પોતાનો જોરદાર વિરોધ નોંધાવ્‍યો હતો.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલની તરફથી તેમના અંગત સચિવ દ્વારા તેમનો પક્ષ રાખવામાં આવ્‍યો હતો.
યુથ એક્‍શન ફોર્સના શ્રી ઉમેશ પટેલે એ.આર.આર. અને ટેરિફ પ્‍લાનના સંદર્ભમાં દરેક મુદ્દા દીઠ પોતાનો પક્ષ રજૂ કરી ટોરેન્‍ટ દ્વારા પ્રસ્‍તાવિત ભાવ વધારો અને અન્‍ય માંગણીઓ ઉપર સહમતિની મહોર નહીં મારવા જેઈઆરસી સામે દાદ માંગી હતી.
દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ટોરેન્‍ટ પાવરની અમદાવાદ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓના વેતનને ડીએનએચડીડી પીડીસીએલમાં તો નથી બતાવતા ને? તેની ચકાસણી કરવા જણાવ્‍યું હતું. તેમણે નવા કનેક્‍શન તથા અન્‍ય જન સમૂહ સાથે સંકળાયેલી સેવાઓ માટે યોગ્‍ય ઓનલાઈન વ્‍યવસ્‍થા નહીં હોવાથી લોકોને નવા વીજ કનેક્‍શન સહિત અરજી માટે વારંવાર ઓફિસની મુલાકાત લેવી પડે છે. તેથી શા માટે ડીએનએચ ડીડીપીસીએલ દ્વારા પહેલાં વિદ્યુત વિભાગ દ્વારા કાર્યરત સંપૂર્ણ ઓનલાઈન સેવાનું અમલીકરણ નથી કરાતું તે અંગે પણ જાણવા અરજ કરી હતી.
યુથ એક્‍શન ફોર્સના શ્રી ઉમેશ પટેલે પોતાની અભ્‍યાસપૂર્ણ કરેલી રજૂઆતથી ટોરેન્‍ટપાવરની કેટલીક ક્ષતિઓ પણ ઉજાગર થવા પામી હતી.
જેઈઆરસીના ચેરમેન શ્રી આલોક ટંડને ટોરેન્‍ટ પાવરના અધિકારીઓને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે સ્‍વતંત્ર રીતે અલગ અલગ જગ્‍યાએ ફરિયાદ નિવારણ શિબિરનું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.

દમણમાં જેઈઆરસી આયોજીત જન સુનાવણીમાં દરેકે ઉમળકાભેર કરેલી વિદ્યુત વિભાગની પ્રશંસા

ભારે વરસાદ હોય કે વાવાઝોડું પણ દમણ વિદ્યુત વિભાગ દ્વારા થતા સંચાલનમાં વિદ્યુત પુરવઠો ભાગ્‍યે જ ખોરવાતો અને ખોરવાયો તો તાત્‍કાલિક પાછો યથાવત પણ થતો હતો પરંતુ આજે ટોરેન્‍ટના વહીવટમાં છાશવારે વીજળી ડૂલ થવાની બનતી ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: આજે જેઈઆરસી દ્વારા આયોજીત જન સુનાવણીમાં ઉપસ્‍થિત લોકો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ દમણના વિદ્યુત વિભાગની ઉમળકાભેર પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે, જ્‍યારે દમણ-દીવનું વિદ્યુત વિભાગ સરકાર હસ્‍તક હતું તે વખતે ભારે ધોધમાર વરસાદ કે તોફાનમાં પણ ભાગ્‍યે જ લાઈટ જતી હતી અને લાઈટ જતી હતી તો ગણતરીના સમયમાં જ પાછી આવી પણ જતી હતી. જ્‍યારે હમણાં વારંવાર લાઈટ ખોટકાવાના પ્રસંગો બની રહ્યા છે. દમણનું વિદ્યુત વિભાગ 24×7 અવિરત સસ્‍તો વીજ પુરવઠો આપ્‍યા બાદ પણ 100 કરોડરૂપિયાથી વધુનો નફો રળતુ હતું. જ્‍યારે આજે વિદ્યુત દરમાં કરાયેલા વધારા છતાં ટોરેન્‍ટ પાવર દ્વારા 20 થી 30 કરોડ રૂપિયાનું નુકસાન બતાવવામાં આવે છે. જે સમજની બહાર હોવાનું તમામ રજૂઆતકર્તાઓએ જણાવ્‍યું હતું.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતે આનંદ ઉત્‍સાહ-ઉમંગ સાથે કરેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

તેજલાવ ગામે લોનના બાકી હપ્તા લેવા ગયેલ મહેન્‍દ્ર ફાઈનાન્‍સના કર્મચારી ઉપર પાવડાથી હુમલો

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment