July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 18મી મેના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયતોમાં છેલ્લાઅઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી યોજાઈ હતી. જેમાં દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલ ચૂંટાયા હતા. આજે દમણ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્‍યા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
આ દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે બંને જિલ્લા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોને પ્રામાણિકતા અને લોક કલ્‍યાણની ભાવના સાથે શાસન કરવા અને લોકોના હિત માટે કામ કરવા સૂચના આપી હતી.

Related posts

દાનહના રખોલી સ્‍થિત આર.આર.કેબલ લિ. કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

vartmanpravah

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah

Leave a Comment