January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

  • દમણ ન.પા.ના ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલી જાહેરાતઃ પ્રમાણપત્રો પણ સુપ્રત કર્યા

  • ઠેર ઠેરથી અભિનંદનની થઈ રહેલી વર્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દમણ પાલિકાના સભાખંડમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાના નેતૃત્‍વમાં આજે સવારે દમણ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કોઈ અન્‍ય ઉમેદવારોએ દાવેદારી નહીં કરી હોવાથી ચૂંટણી અધિકારી શ્રી સૌરભ મિશ્રાએ દમણ ન.પા.ના પ્રમુખ પદે શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે શ્રીમતી રશ્‍મિ હળપતિની બિન હરિફ વિજેતા તરીકે જાહેરાત કરીપોતાની ઔપચારિકતા પૂર્ણ કરી હતી અને બંનેને પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે વિજેતા થયા હોવાનું પ્રમાણપત્ર પણ સુપ્રત કર્યું હતું.
દમણ ન.પા.ના પ્રમુખની જવાબદારી મળવા બદલ શ્રી અસ્‍પી દમણિયા અને શ્રીમતી રશ્‍મિ હળપતિએ તમામ કાઉન્‍સિલરો, ભાજપ સંગઠન અને પદાધિકારીઓનો આભાર પણ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે વિરોધ પક્ષના કાઉન્‍સિલરો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી અસ્‍પી દમણિયા અને શ્રીમતી રશ્‍મિ હળપતિને અભિનંદન આપવા માટે પ્રદેશ ભાજપ લઘુમતિ મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકત મીઠાણી, ભાજપ નિરીક્ષક શ્રી બી.એમ.માછી, શ્રી બાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી જગદીશસિંહ સચ્‍ચર(ડિમ્‍પલભાઈ), દમણ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ શ્રી અનિલ ટંડેલ, શ્રી કલ્‍પેશ સીતારામ સહિત અનેક શુભેચ્‍છકો અને સમર્થકો જોડાયા હતા.

Related posts

વાપી આશાધામ સ્‍કૂલરોડ ઉપર યુવાનનો રીક્ષામાં જોખમી સ્‍ટંટ : અવર જવરમાં જોખમ ઉભુ કર્યું

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment