(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 18મી મેના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયતોમાં છેલ્લાઅઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી યોજાઈ હતી. જેમાં દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે શ્રીમતી જાગૃતિબેન કલ્પેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ (વિકાસ) પટેલ ચૂંટાયા હતા. આજે દમણ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ દરમિયાન પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે બંને જિલ્લા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોને પ્રામાણિકતા અને લોક કલ્યાણની ભાવના સાથે શાસન કરવા અને લોકોના હિત માટે કામ કરવા સૂચના આપી હતી.