December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે તા.૨૦મી મે ના રોજ આર.પી.એફ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિરમાં વલસાડના પ્રબુદ્ધ નાગરિકો, સાધકો, ટ્રેનરો સહિત અંદાજે ૧૩૫૦ નાગરિકો જોડાયા હતા. આ શિબિરમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૩ ની ઉજવણીનાં ભાગરૂપે નાગરિકો યોગ સાથે જોડાઈ એ માટે યોગ સાધકો દ્વારા એક યોગ જાગરણ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યોગ જાગરણ રેલીને વલસાડના નિવાસી અધિક કલેકટર શ્રીમતી એ.આર.જહા દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી આરપીએફ ગ્રાઉન્ડ થી શરૂ થઇ ડી.એસ.પી કચેરી થઇ પરત આર.પી.એફ ગ્રાઉન્ડ પાસે સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે ૨૧ જુન ૨૦૨૩ ના રોજ ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત અને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. ૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની થીમ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડીનેટર રાધેશ્યામજી, વહીવટી અધિકારી તરીકે બલવંતસિંહ ચૌહાણ, જિલ્લા રમત ગમત અધિકારી દિનેશભાઈ પી.નાડોદા, સાઉથ ઝોન કોર્ડીનેટર શ્રીમતી પ્રીતિ પાંડે, ડોક્ટર કલ્પેશ જોશી, ઉમિયા સોશિયલ ગૃપનાં કેપ્ટન અશોકભાઈ પટેલ, વલસાડ જિલ્લા યોગ-કોઓર્ડીનેટર નિલેશભાઈ કોશિયા, યોગ કોચ તેમજ યોગ ટ્રેનરો, પ્રબુદ્ધ નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

Leave a Comment