Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં આજે નાની દમણની આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંરક્‍તદાન શિબિરનું આયોજન

સાંસદ લાલુભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે યોજાનાર રક્‍તદાન શિબિર સમારંભમાં વિશિષ્‍ટ અતિથિ તરીકે કલેક્‍ટર, આરોગ્‍ય સચિવ અને એસ.પી.ની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : નાની દમણના મશાલ ચોક ખાતે આવેલ આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દમણ આગમનને વધાવવા વિશાળ રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આવતી કાલે શનિવારે સવારે 9 વાગ્‍યે નાની દમણની આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે યોજાનાર રક્‍તદાન શિબિરમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને દમણના જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી. અને પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા વિશિષ્‍ટ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે.
શિબિરમાં રક્‍તદાતાઓને હેલમેટ અને એલઈડી લાઈટની ભેટ આપી તેમના ઉત્‍સાહનું વર્ધન કરાશે.

Related posts

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment