October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલે પણ ઓફિસમાં પૂજા-અર્ચના કરી વિધિવત સંભાળેલો ચાર્જ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ સહિત અન્‍યોએ પાઠવેલી શુભેચ્‍છા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલે આજે તેમના કાર્યાલયમાં શ્રી મંગલમૂર્તિ ગણેશજીની પૂજા કર્યા બાદ પોતાનો કાર્યભાર સંભાળ્‍યો હતો. આ દરમિયાન દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, કચેરીના કર્મચારીઓ વગેરેએ પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલને અભિનંદન પાઠવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલે જિલ્લા પંચાયતના તમામ હાજર સભ્‍યો સાથે મળીને કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ કામ કરવા જણાવ્‍યું હતું.
શ્રી બાબુભાઈ પટેલે પણ આજે સવારે શુભ મુહૂર્તમાં તેમની ઓફિસમાં પૂજા-અર્ચના કર્યા બાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્‍યો હતો. જિલ્લા પંચાયતના સભ્‍યો અને કચેરીના સ્‍ટાફે પણ શ્રી બાબુભાઈ પટેલને નવી જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. અને તેમણે ગ્રામ્‍ય વિસ્‍તારના વિકાસમાં સૌના સાથ-સહકારથી સહયોગ આપવાની ખાતરી આપી હતી.
નોંધનીય છે કે, ગત સપ્તાહની ચૂંટણી બાદ શ્રીમતી જાગૃતિબેન કલ્‍પેશભાઈ પટેલ પ્રમુખ અને શ્રી બાબુભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

Related posts

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

દાનહમાં કૌશલ સંવર્ધન અને વિકાસ કાર્યક્રમ અંતર્ગત હેવી મોટર વેહિકલ ટ્રેનિંગનું ઉદ્‌ઘાટન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

Leave a Comment