April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વહેલી સવારે પારડી હાઈવે સ્‍થિત રોહિત ખાડી પાસે 5 વાહનો વચ્‍ચે અકસ્‍માત: મુંબઈ તરફના ટ્રેક પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: પારડી નેશનલ હાઈવે નંબર 48 ના મુંબઈ તરફ જવાનાં ટ્રેક પર રાત્રીના અઢી ત્રણ વાગ્‍યેના સુમારે રોહિત ખાડીના બ્રિજ નજીક ડમ્‍પર નંબર ડીડી-01-એલ-9945 ના પાછળ કન્‍ટેનર નંબર જીજે-15-એવી-6809 ધડાકાભેર ઘુસી જતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં કન્‍ટેનરના કેબીનના ભાગનો ભુક્કો વળી ગયો હતો, સદ નસીબે જેમાં ડમ્‍પર અને કન્‍ટેનરમાં સવાર ચાલકોનો બચાવ થયો હતો. આ અકસ્‍માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટના સ્‍થળે પોલીસની ટીમ પહોંચી અકસ્‍માત થયેલા વાહનોને સાઈડે કરવા ત્રણ-ત્રણ ક્રેન ઘટના સ્‍થળે મંગાવી ટ્રાફિક જામ હળવો કરવાની મઠામણ હાથ ધરી હતી.
આ દરમિયાન સુરત કતારગામથી 11 જેટલાં લોકો ટેમ્‍પો ટ્રાવેલ્‍સ નંબર જીજે-05-બીવી-7806 માં સવાર થઈ મુંબઈ એસેલ વર્લ્‍ડ જઈ રહ્યા હતા. જેઓ પારડી હાઈવે પર તુલસી હોટલ આગળ ટ્રાફિક જામમાં ફસાયા હતા પરંતુ તેમના પાછળ બેફામ આવેલા ટેમ્‍પા નંબર ડીડી-01-ઈ-9718 ના ચાલકે ટેમ્‍પો ટ્રાવેલ્‍સને પાછળથી અથડાવી દેતા તે વાહન આગળ ચાલતા અન્‍ય એક ટેમ્‍પો નંબર જીજે-7-યુયુ-5051 પાછળ ઘુસી જતા વિચિત્ર અકસ્‍માત સર્જાયોહતો. આ અકસ્‍માતમાં ટેમ્‍પો ટ્રાવેલ્‍સને ભારે નુકશાન પહોંચ્‍યું હતું અને જેમાં સવાર સુરતના 11 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમને વલસાડ અને પારડીની 108 મારફતે પારડી કુરેશી હોસ્‍પિટલ ખસેડાયા હતા.
જોકે રાત્રીના પારડી હાઈવે પર રોહિત ખાડી અને તુલસી હોટલ નજીક થયેલા અકસ્‍માતને પગલે મુંબઈ તરફનો હાઈવે જામ રહ્યો હતો અને રોહિત ખાડી આગળના અકસ્‍માત થયેલા ડમ્‍પર અને કનેન્‍ટરને સાઈડે કરવામાં ભારે પોલીસને મુશ્‍કેલી પડી હતી. અને ત્રણ-ત્રણ ક્રેન ઘટના સ્‍થળે મંગાવી છતાં જલ્‍દી મોટા વાહનો સાઇડે થયાં ન હતા. વહેલી સવારે પણ ટ્રાફિક જામ રહ્યો હતો.

Related posts

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ, અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્‍ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment