October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના બી માર્ટની દુકાનમાં ધામણ પ્રજાતિનો સાપ રેસ્‍ક્‍યુ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: આજરોજ સાંઈ સંગ્રીલા સોસાયટીની બાજુમાં આવેલ બી માર્ટ નામની દુકાનમાં એક સાપ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. દુકાનના માલિક ખુશાલભાઈ ભાટીએ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારીને જાણ કરતા તેઓ તાત્‍કાલિક સ્‍થળ પર આવી જોતા એક ધામણ પ્રજાતિનો 8 થી 10 ફૂટ જેટલો લાંબો સાપ દેખાતા એને સાચવીને રેસ્‍કયુ કર્યો અને લોકોને એક અપીલ કરવામાં આવી હતી કે જ્‍યાં પણ ઝેરી તથા બીન ઝેરી સાપ દેખાય તો તાત્‍કાલિક જીવદયા ગ્રુપના કોઈપણ મેમ્‍બરને કોન્‍ટેક્‍ટ કરીને પકડવા બોલાવવા વિનંતી સાપને મારશો નહીં આપણો મિત્ર છે દુશ્‍મન નહીં.

Related posts

પ્રમુખ ચંચળબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment