October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે ફોટો ફ્રેમ અને પ્રશસ્‍તિપત્ર આપી બાળ મોદીને સર્જનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. 20 બાળ મોદીએ ‘નમો પથ સેલ્‍ફી પોઈન્‍ટ’ પર વડાપ્રધાનનો સ્‍નેહ અને આશીર્વાદ મેળવ્‍યા હતા.
દમણની પ્રગતિશીલ સ્‍વચ્‍છ આટિયાવાડ ગ્રામ પંચાયતનાસરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તરફથી ‘સ્‍નેહ-આશીર્વાદ’ મેળવનારા 20 ‘બાળ મોદી’ને પ્રશંસા પત્રો આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા. સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે તમામ 20 બાળ મોદીને આટિયાવાડ પંચાયત કચેરી ખાતે ફોટો ફ્રેમ અને પ્રશંસા પત્રો આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે બાળ મોદીના માતા-પિતાએ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલના કલા-સંવર્ધન કાર્યની સરાહના કરી હતી.
અત્રે નોંધનીય છે કે, 25 એપ્રિલે દમણની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ‘નમો પથ સેલ્‍ફી પોઈન્‍ટ’ પર આ 20 બાળ મોદીને પ્રેમ અને આશીર્વાદ આપ્‍યા બાદ બાળકો સાથે ફોટોગ્રાફસ લીધા હતા. સરપંચ ઉર્વશીબેન પટેલની પ્રેરણાથી બાળ મોદીના વેશમાં આવેલા આ બાળકોએ વડાપ્રધાનનો પ્રેમ અને આશીર્વાદ મેળવ્‍યા હતા. બાલ મોદીનું સન્‍માન કરતાં સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે જણાવ્‍યું હતું કે બાળકો અને કલા રાષ્‍ટ્રના ખજાના સમાન છે. બાળકો ભારતનું ભવિષ્‍ય છે અને કલાએ ભારતનું ગૌરવ છે. બાળકો શૈક્ષણિક તેમજ કળા અને કૌશલ્‍યમાં સર્જનાત્‍મક અને નિપુણ બને છે. બાળ મોદીનું પ્રતિબિંબ જનજાગૃતિ અને કલાને પ્રોત્‍સાહન આપવાના અમારા પ્રયાસો ચાલું રહેશે.

Related posts

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

બાળકોને શ્રેષ્ઠ વક્તા બનાવવા કપરાડાના મનાલાની કેન્દ્ર શાળામાં “બોલેગા બચપન” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ટી.બી. ઉન્‍મૂલનના ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ પ્રગતિ અને ઉત્‍કૃષ્‍ટ કાર્ય માટે દમણ અને દીવ જિલ્લાનું પ્રશસ્‍તિ પત્ર અને મેડલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્‍થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ

vartmanpravah

ઉમરગામના મોહનગામમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉમળકાભેર સ્‍વાગત કર્યું

vartmanpravah

Leave a Comment