July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: મંત્રોમાં શક્‍તિ છે જ જો આમ્‌નાય-આમયા સાથે કે આસ્‍થા સાથે થતો મંત્ર જાપ ઈચ્‍છા પ્રમાણે ફળ દે. પણ… ઈચ્‍છાપૂર્તિ હકિકતમાં અંતે તો પીડા જ દે. કેમ કે ઈચ્‍છા જન્‍મ આપીને જનારૂં તત્ત્વ છે. ઈચ્‍છા બીજી ઈચ્‍છા જગાડશે. એટલે અંતેતો અતૃપ્ત મન રહે. શાશ્વત તો નવકાર એ ઈચ્‍છાપૂર્તિ પણ કરે ને ઈચ્‍છા મુક્‍તિ પણ દે. એટલે જ એ મહામંત્ર છે.
ભીલાડ જૈન સંઘમાં પૂજ્‍યપાદ રાળપટ્ટીના ઉપકારી-ધર્મદાતા ગુરૂદેવ આચાર્યશ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાની પધરામણીને વધાવવા શ્રી સંઘને યુવાનો ભાઈ-બહેનો ઉમટયા હતા. બપોરે 2.45 ક. દર મહિને ગુરૂ નિશ્રામાં થતા મહામંત્રી શ્રી નવકાર પુષ્‍પજાપમાં ગુજરાત ને મુંબઈથી સાધકો ઉમટયા હતા ને રાડપટ્ટીથી ભાઈ-બેનો પધાર્યા હતા. 25 દિવસમાં 10 લાખ નવકાર મંત્રના જાપ કરવા-કરાવવાનો ચડાવો લઈ રેકોર્ડ કર્યો હતો ને ભિલાડ-સરીગામ રોડ સ્‍થિત શ્રી ગૌતમલબ્‍ધિ ધર્મ સંકુલમાં નિર્માણ પામતા આખી રાળપટ્ટીમાં પાલઘર-મનોરથ લગાવી વાપી-વલસાડ સુધીમાં સૌપ્રથમ વાર 22માં તિર્થકર-ગઢ ગિરનાર મંડન શ્રી નેમિનાથ દાદાના શિખરબંધ જિનાલયનું ભૂમિપૂજન-ખનન મુહૂર્ત તા.30 મે ના થશે ની ઉદ્‌ઘોષણા થઈ હતી ને ખાતમુહૂર્તના ચક્રાવાની શરૂઆત થઈ. જેનો આદેશ તા.28મે ના રવિવારે 9.15 ક. જાહેર પ્રવચન દરમ્‍યાન સરીગામ જૈન સંઘમાં ઉપાશ્રયમાં અપાશે. આજે ફણસા પ્રવેશ સવારે 7.30 ક. પ્રવચન તા.25ના સવારે 7.30 ક. જાહેર પ્રવચન સંઘ નવકારશી થશે. તા.28ના સરીગામ પ્રવેશ-પ્રવચન આસાલે ઉમરગામ ચોમાસામાં થનારા સિધ્‍ધિતપની જાહેરાત થઈ હતી. સાંજે ભક્‍તિ યોગાચાર્ય શ્રી યશોવિજયસૂ. મ.નું મિલન થયું.

Related posts

વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતની ઉપસ્‍થિતિમાં ખાનવેલ ગ્રામ પંચાયતની ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અને તલાવલીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહણે પશુનો શિકાર કરતો લાઈવ વિડિયો વાયરલ થયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

Leave a Comment