October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી સ્‍ટેશન રોડ ઉપર ઝાડના છાંયડામાં પાર્ક કરેલી કાર ઉપર અચાનક ઝાડ પડતા બજારમાં લોકો એકઠા થઈ ગયા હતા. જો કે અંદર બેઠેલા બે યુવાનોનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
કહેવત છે કે, ‘‘રામ રાખે તેને કોણ ચાખે” આ કહેવત આજે ગુરૂવારે બપોરે વાપીમાં સાર્થક થયેલી જોવા મળી હતી. અતિશય ગરમીના કારણે બે યુવાનોએ તેમની કાર વાપી સ્‍ટેશન રોડ ઉપર એક વૃક્ષની નીચે છાંયડામાં પાર્ક કરી હતી ત્‍યાં અચાનક કાર ઉપર ઝાડ પડયું હતું. બન્ને યુવાનો ગમે તેમ કરીને કારની બહાર નિકળી ગયા હતા. દ્રશ્‍ય જોઈને એવું લાગે છે કે, અંદર બેઠેલા દબાઈ ગયા હશે કે ઘાયલ થયા હશે. પરંતુ સદ્‌નસીબે એવું કંઈ જ થયું ન હતું. ઘટના ઘટયા બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તરેહ તરેહની વાતોનો દોર ચાલી રહ્યો હતો. ત્‍યાં બન્ને યુવાનોને સ્‍વસ્‍થ નિહાળતા લોકોએ શાંતિનો દમ લીધો હતો. જો કે, અકસ્‍માતમાં કારને સારું એવું નુકશાન ફહોંચ્‍યું હતું.

Related posts

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

સેલવાસની બાલાજી જેમ્‍સ સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ફેલાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

Leave a Comment