October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ભાજપ મહિલા મોરચા વલસાડ જિલ્લા દ્વારા રોફેલ એમ.બી.એ. કોલેજ, ગુંજન, જીઆઈડીસી વાપી ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’ કાર્યક્રમ પ્રદેશનીસૂચના અનુસાર યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ સેવાકીય યોગદાન આપનાર મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’ આપી સન્‍માનિત કરવામાં આવી હતી.
વાપી રોફેલ કોલેજમાં યોજાયેલ સન્‍માન કાર્યક્રમમાં વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, બી.જે.પી. મહિલા મોરચા જિલ્લા મહામંત્રી ગીતાબેન પટેલ છીરી પંચાયતના ડે.સરપંચ અરૂણાબેન દેસાઈ, ફાલ્‍ગુનીબેન મહારાજ સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો ઉપસ્‍થિત રહી હતી. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહના હસ્‍તે મેરેથોન ગલ્‍સ માધુરી પ્રસાદને શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું. સુષમા સ્‍વરાજ એવોર્ડ સમાજમાં ખાસ વિશિષ્‍ટ મહિલા પ્રતિભાઓને એનાયત કરવામાં આવે છે તે માટે મેરેથોન ગલ્‍સ માધુરી પ્રસાદની પસંદગી કરવામાં આવી હતી.
ઉપરોક્‍ત કાર્યકમમાં જિલ્લા મહિલા મોરચાનાં પ્રમુખ પ્રવિણાબેન પટેલે સ્‍વાગત પ્રવચન કરેલ, મહામંત્રી ગીતાબેન પટેલ, વાપી ન.પા. પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ, એડવોકેટ રશ્‍મિકાબેન વિગેરેએ પ્રાસંગિક ઉદબોધન કરેલ, અરુણાબેન પટેલ, સહિત મહિલા મોરચાનાં પદાધિકારીઓ, સહિત ખૂબ મોટી સંખ્‍યામાં મહિલાઓ ઉપસ્‍થિત રહી કાર્યકમને સફળ બનાવેલ, આભારવિધિ મહામંત્રી અલકાબેન દેસાઈ કરી હતી.

Related posts

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

vartmanpravah

‘હર ઘર તિરંગા’ ઝૂંબેશ અંગે રાત્રિ ચોપાલ

vartmanpravah

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

vartmanpravah

દાદરા નગર હવેલીના સુરંગીમાં પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદમેળાનું આયોજન

vartmanpravah

Leave a Comment