Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

દાનહમાં યોજના લાગુ થયા બાદ અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું કરાયેલું ધિરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડરો માટે ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેન્‍દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા 1 જૂન, 2020ના રોજ ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ સ્‍કીમ મુજબ નાના દુકાનદારો, ફેરિયાઓને રૂા.10 હજાર, 20 હજાર અને રૂા.50 હજારની લોન આપવામાં આવે છે. જેનાથી તેઓનો પડી ભાંગેલો કારોબાર ફરીથી શરૂ કરવા મદદ મળે છે.
સંઘપ્રદેશ દાનહમાં આ યોજના લાગુ થયા પછી અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્‍યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર અને નાના દુકાનદારોને જલ્‍દીથી જલ્‍દી લાભ પહોંચાડવા માટે બેંક સાથે મળી પાલિકા પરિસરમાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક પથ વિક્રેતાઓને ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો. જેમાં પાલિકા દ્વારા કુલ 102 પથ વિક્રેતાઓને પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાનો લાભ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

Leave a Comment