October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત ઘનશ્‍યામ વિદ્યામંદિર માધ્‍યમિક અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા (ગુજરાતી માધ્‍યમ), શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ, શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લીશ મિડિયમ શાળા, શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ અને શ્રીમતી બીએનબીસ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ માટે અવેરનેસ પ્રોગ્રામ ‘‘આર્યપુત્રી”નુ ગુજરાત સેલ્‍યુટ તિરંગા અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન ગુજરાત દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય વક્‍તા તરીકે વલસાડના જાણીતા ગાયનેક ડો.શૈલજા મહસ્‍કર ઉપસ્‍થિત રહી પોતાની આગવી શૈલીમાં બહેનોને લગતા વિવિધ પ્રશ્નોની છણાવટ કરી સરળ ભાષામાં સુંદર વકતવ્‍ય રજૂ કર્યુ હતું.
કાર્યક્રમની શરૂઆત પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો જયશ્રીબેન સોડવડીયા, ડાયરેક્‍ટરશ્રી ડોક્‍ટર શૈલેષ લુહાર અને તમામ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા મંત્રોચ્‍ચાર સાથે દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. સ્‍વાગત પ્રવચન આચાર્ય ચંદ્રવદન પટેલે કહ્યું હતું. વકતા પરિચય શિક્ષિકા અર્ચના પાંડેએ કરાવ્‍યો હતો. મુખ્‍ય વક્‍તા અને વલસાડના જાણીતા ગાયનેકોલોજિસ્‍ટ ડોક્‍ટર શૈલેજા મહસ્‍કર દ્વારા શારીરિક, માનસિક, સામાજિક સ્‍વાસ્‍થ્‍ય અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. અને કેટલાક ઉદાહરણો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્‍યું હતું. જેમાં તેમણે પોષક તત્‍વોથી ભરપૂર આહાર લેવા જણાવ્‍યું. જેથી કરી તણાવ મેદસ્‍વિતાથી બચી શકાય સાથે જ આપણે અચ્‍છા જીમ-ઘર કા કામકાજ. આ સાથે તેમણે જણાવ્‍યું કે, દરેક વસ્‍તુનો સદુપયોગ-પ્રગતિ અને દૂર ઉપયોગ-અધોગતિ સાથે સમજાવ્‍યુંકે, સારું આચરણ કરવું, સારા પુસ્‍તકો વાંચવા, ધ્‍યાન ધરવું, મોબાઈલનો સદઉપયોગ ઉપર ભાર મૂકયો હતો. ત્‍યારબાદ, પ્રજનનતંત્ર અંગે અને ઋતુષાાવ અંગે યોગ્‍ય માર્ગદર્શન આપી ગુડ ટચ બેડ ટચ અંગે માહિતી પૂરી પાડી અને સેમિનારના અંતે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ ડોક્‍ટર દ્વારા કરવામાં આવ્‍યું હતું. અંતે આભાર વિધિ નિરાલીબેન દ્વારા કરવામાં આવી હતી અને શાળા સંકુલ તરફથી ડોક્‍ટર શૈલેજા મહસ્‍કરનો આભાર માન્‍યો હતો.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

ચીખલીના થાલામાં ટ્રકની લેતીદેતીમાં વલસાડના ઈસમને માર મારતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા અગામી 5મી મેએ યોજાનારો સમૂહ લગ્ન મહોત્‍સવ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહમાં ચોમાસા દરમિયાન મચ્‍છરજન્‍ય ડેન્‍ગ્‍યુ સહિતના રોગોનો ફેલાવો અટકાવવા બાંધકામ સાઇટ સુપરવાઇઝરોને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment