December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની ઝેરોક્ષ અને અન્‍ય ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવનારાઓએ તેમના પ્રમાણપત્રની ઝેરોક્ષ તારીખ 10મી જૂન સુધીમાં કોળી પટેલ સમાજના કાર્યાલયમાં નામ, મોબાઈલ નંબર અને સરનામા સાથે મોકલી આપવાની રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજનું તોહમિલન તથા સમાજના શિક્ષણ ક્ષેત્રે તેજસ્‍વી તારલાં અને વિશિષ્ટ સિધ્‍ધિ પ્રાપ્ત કરનારાઓના સન્‍માન સમારોહનું આયોજન તારીખ 25/6/2023 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે થનાર છે. જે માટે તેજસ્‍વી વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની ઝેરોક્ષ નકલ અને અન્‍ય ક્ષેત્રે વિશીષ્ટ સિધ્‍ધિ મેળવનારાઓએ તેમના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ તારીખ 10/6/2023 સુધીમાં તિથલ રોડ કોળી પટેલ સમાજના કાર્યાલયમાં નામ, મોબાઇલ નંબર, એડ્રેસ સહીત લખી મોકલી આપવાની રહેશે. મંડળના પ્રમુખ ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ, ઉપ પ્રમુખ શશીભાઈ પટેલ, મંત્રી રામુભાઈ પટેલ, સહમંત્રી રોહિતભાઈ પટેલ અને ખજાનચી ચંદુભાઈ પટેલ દ્વારા જણાવ્‍યા મુજબ ધો.10 અને 12 સામાન્‍ય પ્રવાહમાં સ્‍કૂલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર કોળી પટેલ સમાજના વિદ્યાર્થીઓ અને ધો.12સાયન્‍સ વિજ્ઞાન પ્રવાહમાં એક, એ-2, બી-1, બી-ર ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ, તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વિશીષ્ટ સિધ્‍ધિ પ્રાપ્ત કરનારા ડૉક્‍ટર, પી.એચ.ડી., એમ.ઈ. એમ.ફાર્મની ડિગ્રી પ્રાપ્ત કરનારા, યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી.ની પરીક્ષા તેમજ સંગીત ક્ષેત્રે વિશારદ પરીક્ષા પાસ કરનારા, તેમજ અન્‍ય ક્ષેત્રે રાજ્‍ય અને રાષ્‍ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિધ્‍ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્‍માન કરવામાં આવશે.
સમાજના તોહમિલન કાર્યક્રમમાં સમાજના દાનવીરો, આગેવાનો અને તમામ સમાજના ભાઈઓ-બહેનોને મોટી સંખ્‍યામાં હાજર રહેવા હાર્દિક નિમંત્રણ છે. તેમજ શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા રાહત દરે કોળી પટેલ સમાજના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ તારીખઃ 1/6/2023 ને ગુરુવાર અને ર/6/2023 ને શુક્રવાર એમ બે દિવસ સમાજવાડી કાર્યાલય ખાતે સમય 10:00 થી 05:00 વાગ્‍યા સુધી કરવામાં આવનાર છે. વહેલા તે પહેલાના ધોરણે નોટબુક મળશે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

vartmanpravah

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત ટી.વાય. બી.કોમ ગુજરાતી માધ્‍યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment