Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે 6 વાગ્‍યે ઉદ્‌ઘાટન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.02: વાપી ઔદ્યોગિક વસાહત અને તેની આસપાસના વિસ્‍તારના ઉદ્યોગોના કામદારો, કર્મચારીઓ તેમજ ઉદ્યોગસાહસિકોને ગુણવત્તાયુક્‍ત જીવનશૈલી પ્રદાન કરવા માટે વાપી ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગ સ્‍વરૂપે વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ લાવવાના આશયથી વી.આઈ.એ. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ – 5મી જૂન 2016ના રોજ પ્રથમ ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 7500થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો, ત્‍યારબાદ બીજું આયોજન 25 ફેબ્રુઆરી 2018ના દિને કરવામાં આવ્‍યું હતું જેમાં સહભાગીઓની સંખ્‍યા 9000 જેટલી થઈ હતી. 24 ફેબ્રુઆરી 2019નાદિને આયોજિત ત્રીજા આયોજનમાં સહભાગીઓની સંખ્‍યા12000થી વધુને આંબી ગઈ હતી. જ્‍યારે ચોથું આયોજન 16 ફેબ્રુઆરી 2020ના દિને કરવામાં આવ્‍યું હતું જેમાં 15000થી વધુ સહભાગીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આમ સ્‍ટ્રીટ ફોર ઓલની લોકપ્રિયતા દર વર્ષે ઉત્તરોતર વધતી રહી છે અને આ વર્ષે 4 જૂન 2023ને રવિવારના દિને આયોજિત ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’નું પાંચમું વર્ષ છે, જે ‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત છે. જેનું ઉદ્‌ઘાટન સવારે 6 કલાકે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ્‌ હસ્‍તે ગુંજન વિસ્‍તાર ખાતે કરવામાં આવશે. જેમાં બાળપણની રમતો જેવી કે કોથળા દોડ, સાપ-સીડી, સાત ઠીકરી વગેરે અને ઝૂમ્‍બા, એરોબિક્‍સ જેવી ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં (વીઆઈએ) સાથે ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (જીઆઈડીસી), વાપીની નોટિફાઈડ એરિયા ઓથોરિટી, વાપી ગ્રીન એન્‍વાયરો લિમિટેડ (વીજીઇએલ), પોલીસ વિભાગ જેવી સરકારી સંસ્‍થાઓ અને સેવા ભાવી, જુદી જુદી રોટરી ક્‍લબ, જેસીઆઈ, અગ્રવાલ મહિલા સમિતિ, જીટો વાપી, સ્‍વચ્‍છ વાપી મિશન, મુસ્‍કાન, ફોનિક્‍સ, ધ ઇલાઇટ્‍સજેવા એન.જી.ઓ. તથા ઘણા બધા ઇવેન્‍ટ પાર્ટનરો પણ જોડાશે. વી.આઈ.એ. દ્વારા જાહેર જનતાને દર વર્ષની જેમ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી મનોરંજનની સાથે પર્યાવરણ સંરક્ષણમાં પોતાનો ફાળો આપવા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આઈએએસ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ : દીવના કલેક્‍ટર તરીકે ફરમાન બ્રહ્માની નિમણૂક

vartmanpravah

આલીપોરના માજી સરપંચ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોîધાયોઃ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment