January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં જુના બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ ફંગોળી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ આમધરા ગામના એક રહીશ શુક્રવારના રોજ ચીખલી એપીએમસી પાસે આવેલ બેન્‍ક ઓફ બરોડાની શાખામાંથી નાણાં ઉપાડી ત્‍યાંથી થોડે દુર બજારમાં જુના બસ સ્‍ટેન્‍ડવાળા વિસ્‍તારમાં એક ફરસાણની દુકાનમાં ફરસાણ લેવા માટે ગયા હતા. આ દરમ્‍યાન અગિયારેક વાગ્‍યાના સુમારે આ ફરસાણની દુકાન પાસે કોઈ અજાણ્‍યો વ્‍યક્‍તિ આવી તેમની મોટર સાયકલમાં ભરાવેલ કેરીઓ ભરેલ પ્‍લાસ્‍ટિકની બેગમાં કેરી પડી ગઈ હોવાનું જણાવી તેમનું ધ્‍યાન બીજે ભટકાવી તેમની પાસે રોકડ રકમ વળી કાપડની થેલી હતી તે છીનવીને ફરાર થઈ ગયા હતા. આ બેગમાં પાસબુક પણ હતી. અને એક લાખ રૂપિયા જેટલી રોકડ રકમ હોવાનું જાણવા મળ્‍યુંહતું.
બનાવ અંગેની જાણ કરાતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાઓના ફુટેજ ફંગોળી તપાસ હાથ ધરી હતી. આ ગઠિયાઓ ત્રણેક જેટલા હોવાનું કહેવાય છે. અને બેન્‍ક ઓફ બરોડા પાસેથી જ આમધરાના શખ્‍સનો પીછો કરી ફરસાણની દુકાન નજીક મોટર સાયકલ ધીમું પાડતા જ એક ગઠિયો જાણી જોઈને મોટર સાયકલ અથડાવીને કેરી પડી ગઈ હોવાનું જણાવી ધ્‍યાન બીજે ભટકાવી બીજો ગઠિયો રોકડ ભરેલ બેગ છીનવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે બનાવ અંગે પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુ પોલીસની તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

Leave a Comment