Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આઈએએસ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ : દીવના કલેક્‍ટર તરીકે ફરમાન બ્રહ્માની નિમણૂક

  • પ્રદેશના મેડિકલ અને પેરા મેડિકલ એજ્‍યુકેશન સચિવ તરીકે ડો.એ.મુથમ્‍મા, હાયર એજ્‍યુકેશન અને ટેક્‍નીકલ એજ્‍યુકેશન સચિવ તરીકે સલોની રાય અને સ્‍કૂલ શિક્ષણ સચિવના પદ ઉપર અંકિતા આનંદની નિમણૂક

  • પ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિશ અસરફને રપમી ફેબ્રુઆરીથી સંઘપ્રદેશ પ્રશાસનની સેવામાંથી મુક્‍ત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના કેટલાક આઈ.એ.એસ.અધિકારીઓના વિભાગો ફેરબદલ કરવામાં આવ્‍યા છે. જ્‍યારે દીવના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયને હાયર એજ્‍યુકેશન અને ટેક્‍નીકલ એજ્‍યુકેશનના સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સચિવ શ્રી દાનિશ અસરફ અને પ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈનને રપમી ફેબ્રુઆરી, 2020ની અસરથી રીલીવ કરવાનો આદેશ પણ જારી કરાયો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આદેશથી જારી કરાયેલ વિભાગોની ફાળવણીમાં 2009ની બેચના આઈએએસ અધિકારી ડો.એ.મુથમ્‍માને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવ સાથે કાર્મિક અને પ્રશાસનિક સુધાર, મેડિકલ અને પેરા મેડિકલ એજ્‍યુકેશન તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ ટ્રેડ અને કોમર્સના સચિવ તરીકેની પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ પ્રદેશના સામાન્‍ય વહીવટ, પ્રોટોકોલ અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગના સચિવ સહ ડાયરેક્‍ટર તરીકે પણ ફરજ બજાવશે. તેઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના સભ્‍ય સચિવ તથા પોલ્‍યુશન કંટ્રોલ કમિટીના ચેરમેન તરીકે પણ પોતાની ફરજ અદા કરશે.
2011 બેચના આઈએએસ અધિકારી શ્રી ગૌરવ સિંહ રાજાવતને પ્રદેશના નાણાં સચિવ ઉપરાંત રેવન્‍યુ, એકાઉન્‍ટ્‍સ અને ટેક્ષેશન અને એક્‍સાઈઝ, ઈન્‍ફોર્મેશન અને પબ્‍લીસિટી, પ્‍લાનિંગ અને સ્‍ટેટેસ્‍ટિક, ગ્રામીણ વિકાસ , પંચાયતી રાજ અને કોમ્‍યુનિટી ડેવલપમેન્‍ટ વિભાગના સચિવ તરીકેની પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ પ્રદેશના મ્‍યુનિસિપલ અને પંચાયત ઈલેક્‍શન તથા માઈન્‍સ વિભાગના સચિવ સહ ડાયરેક્‍ટર તરીકે પણ ફરજ બજાવશે. શ્રી ગૌરવ સિંહ રાજાવતને પ્રદેશના જીએસટી/વેટ અને એક્‍સાઈઝ કમિશનરની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પ્રદેશની પોલ્‍યુશન કમિટી અને દમણ-દીવ કોસ્‍ટલ ઝોન મેનેઝમેન્‍ટ ઓથોરીટીના સભ્‍ય સચિવ તરીકે પણ કામ કરશે.2013 બેચના આઈએએસ અધિકારી શ્રીમતી તપસ્‍યા રાઘવને દમણના કલેક્‍ટર ઉપરાંત પ્રદેશના પ્રવાસન વિભાગના સચિવ સહ વિશેષ સચિવ, મ્‍યુનિસિપલ એડમિનિસ્‍ટ્રેશન અને શહેરી વિકાસ વિભાગના ડાયરેક્‍ટર તરીકે પણ નિયુક્‍ત કરાયા છે. તેઓ 31મી માર્ચ, ર0રર સુધી દાનહ પાવર કોર્પોરેશન ડિસ્‍ટ્રીબ્‍યુશનના મેનેજીંગ ડાયરેક્‍ટર તરીકે ફરજ બજાવશે. તેઓ પ્રદેશના ચીફ ઈલેક્‍ટ્રોલ ઓફિસર, દમણના વેટ અને જીએસટી વિભાગના સંયુક્‍ત આયુક્‍ત, દમણના શ્રમ વિભાગના અતિરિક્‍ત આયુક્‍ત તથા દમણના માઈન્‍સ, એમ્‍પ્‍લોયમેન્‍ટ, મ્‍યુનિસિપલ એડમિનિસ્‍ટ્રેશન, શહેર વિકાસ, સામાન્‍ય વહીવટ-પ્રોટોકલ અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગના અતિરિક્‍ત નિર્દેશક તરીકે પણ પોતાની ફરજ બજાવશે. તેમને દાનહ અને દમણ-દીવ સ્‍માર્ટ સીટીના સીએમડી, દમણ-દીવ પી.ડી.એ.ના ચેરમેન, દમણની કો-ઓપરેટીવ સોસાયટીઓના અતિરિક્‍ત રજીસ્‍ટ્રાર અને દાનહ અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના સભ્‍ય તરીકે નિયુક્‍ત કરાયા છે.
2015 બેચના આઈએએસ અધિકારી શ્રી સૌરભ મિશ્રાને પ્રદેશના જાહેર બાંધકામ વિભાગના સચિવ ઉપરાંત પ્રદેશના એગ્રીકલ્‍ચર, સોઈલ કન્‍વરઝેશન અને હોર્ટિકલ્‍ચર, અનિમલ હસબન્‍ડરી અને વેટરનરી સર્વિસીસ તથા ફિશરીઝ વિભાગના સચિવ સહ નિર્દેશક તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે.
2016 બેચના આઈએએસઅધિકારી શ્રીમતી સલોની રાયને દીવના કલેક્‍ટર પદેથી ખસેડી તેમને હાયર એજ્‍યુકેશન અને ટેક્‍નીકલ એજ્‍યુકેશનના સચિવની સાથે પ્રદેશના રાજભાષા, સ્‍કીલ ડેવલપમેન્‍ટ અને કોર્ટ અને લાઈટ હાઉસ વિભાગના સચિવ તરીકેની ફરજ સોંપવામાં આવી છે. તેઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવ કો-ઓપરેટીવ સોસાયટીના રજીસ્‍ટાર તરીકે પણ ફરજ બજાવશે.
2019 બેચના આઈએએસ અધિકારી શ્રી ફરમાન બ્રહ્માને દીવના કલેક્‍ટર ઉપરાંત દીવના શ્રમ વિભાગના અતિરિક્‍ત આયુક્‍ત, દીવ એક્‍સાઈઝ વિભાગના ઉપ આયુક્‍ત, દીવ વેટ અને જીએસટી વિભાગના સંયુક્‍ત આયુક્‍ત તરીકેની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દીવના સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ, સિવિલ એવીએશન, નગર પાલિકા પ્રશાસન, સમાજ કલ્‍યાણ, શહેરી વિકાસ, જાહેર ફરિયાદ નિવારણ તથા માઈન્‍સ વિભાગના અતિરિક્‍ત નિર્દેશક તરીકે પણ ફરજ બજાવશે. તેઓ ઓઆઈડીસી દીવના ચીફ જનરલ મેનેજર અને દીવ જિલ્લાની કો-ઓપરેટીવ સોસાયટીના અતિરિક્‍ત રજીસ્‍ટાર તરીકે પણ ફરજ બજાવશે.
2015 બેચના આઈએએસ અધિકારી શ્રી મેકાલા ચૈતન્‍ય પ્રસાદ પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ વિભાગના સચિવ ઉપરાંત 1લી એપ્રિલ, ર0રરથી ઊર્જા અને નોન કન્‍વેશનલ (રિન્‍યુએબલ) સોર્સિસ ઓફ એનર્જી તથા સિવિલ એવીએશન વિભાગના સચિવ અને 1લી એપ્રિલ, ર0રરથી દાનહપાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લી.ના મેનેજીંગ ડાયરેક્‍ટર તરીકે ફરજ બજાવશે.
2015 બેચના આઈએએસ અધિકારી શ્રીમતી અંકિતા આનંદ પ્રદેશના સ્‍કૂલ એજ્‍યુકેશન વિભાગના સચિવ ઉપરાંત ઈન્‍ફોર્મેશન અને ટેક્‍નોલોજી, સાયન્‍સ અને ટેક્‍નોલોજી તથા સ્‍પોર્ટસ અને યુથ અફેર્સ વિભાગના સચિવ તરીકેની પણ વધારાની ફરજ નિભાવશે.
2015 બેચના આઈએએસ અધિકારી સુશ્રી ભાનુ પ્રભા પ્રદેશના લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના સચિવ સહ આયુક્‍ત ઉપરાંત સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસ, ફૂડ સિવિલ સપ્‍લાય અને કન્‍ઝુમય એર્ફેસ તથા લીગલ મિટરોલોજી અને કોઓપરેશન વિભાગના સચિવ તરીકે વધારાની જવાબદારી નિભાવશે. તેમને પ્રદેશના આદિવાસી કલ્‍યાણ વિભાગના સચિવ સહ આયુક્‍ત તરીકે પણ નિયુક્‍ત કરાયા છે.
2020 બેચના પ્રોબેશનરી આઈએએસ અધિકારી શ્રી ચિમાલા શીવાગોપલા રેડ્ડીને ખાનવેલના આરડીસી તરીકે પદભાર સોંપવામાં આવ્‍યો છે.

Related posts

સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઇડ્‍સ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ‘કેન્‍દ્રીય બજેટ-2023-24′ પર યોજાયેલો સંવાદ કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

Leave a Comment