Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

પંચાયતનો સમગ્ર વહીવટ ચૂંટાયેલ મહિલા સરપંચના સસરા
નરુભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી સહિત વલસાડ જિલ્લાની અનેક ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વતી તેમના પતિ ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવતા હોવાના અનેક ઉદાહરણ જોવા મળી રહ્યા છે. પરંતુ તેનાથી વિપરીત વાપી છીરી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા મહિલા સરપંચ ચૂંટાયા પછીના દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા પણ નથી. પંચાયતનો તમામ વહિવટ તેમના સસરા ચલાવી રહ્યા હોવાથી ગ્રામજનોમાં વ્‍યાપક રોષ જોવા મળી રહ્યો છે.
છીરી ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં સરપંચ તરીકે ઈરાબેન ચૌધરી ચૂંટાયા હતા. પરંતુ આ પંચાયત ઉપર છેલ્લા 10 ઉપરાંત વર્ષથી ચૌધરી પરિવારનો જ દબદબો ચાલી રહ્યો છે. ગત ટર્મમાં ઈરાબેન ચૌધરીના સાસુ સરપંચ તરીકે ચૂંટાયેલા હતા પરંતુ સાસુ કે વહું ચૂંટાયેલા બન્ને સરપંચ કદી પંચાયતમાં ફરક્‍યા પણ નથી.પંચાયતનો સમગ્ર વહિવટ સરપંચ ઈરાબેન ચૌધરીના સસરા નરુભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે. ગઈ ટર્મ પણ નુરુભાઈ ચૌધરીના પત્‍ની સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્‍યારથી પંચાયત ઓફિસમાં સરપંચની ખુરશીમાં હંમેશા નુરુભાઈ ચૌધરી જ કરી રહ્યા છે. છીરી ગામ સમસ્‍યા ત્રસ્‍ત છે. પડોશી છરવાડા, રાતા, ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા, રોડ, સફાઈ-સ્‍વચ્‍છતાના કામો સુંદર રીતે થઈ રહ્યા છે. પણ છીરીમાં સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે.

Related posts

વાપી સ્‍ટેશન નજીક મેમુ ટ્રેનમાં યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

Leave a Comment